• Gujarati News
  • ઈસનપુર જીમખાના દરોડામાં નિવૃત્ત પીએસઆઈ ઝડપાયો

ઈસનપુર જીમખાના દરોડામાં નિવૃત્ત પીએસઆઈ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈસનપુરજીમખાનામાં બુધવારે રાત્રે ડીસીપી ઝોન 6 પી.સી.બરંડા દ્વારા પાડવામાં આવેલી રેડ દરમિયાન જુગાર રમતો ઈસનપુર પોલીસના ડીસ્ટાફનો નિવૃત્ત કર્મચારી બી.અેન.રાવત પણ ઝડપાઈ ગયો હતો.

ઈસનપુર જીમખાનામાં 150 પોલીસ કર્મચારીઓએ દરોડો પાડી જુગાર રમાડતા અરવિંદ ઉર્ફે અરવિંદ ઉસ્તાદ જયમીન દલાલની સાથે કુલ 61 જુગારીઓની ધરપકડ કરી 10.54 લાખ રોકડ, 21 ટુ-વ્હીલર, 6 કાર સહિત 41.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ઈસનપુર જીમખાનામાં જુગાર રમાડતા અરવિંદની સાથે નિવૃત્ત પોલીસ કર્મી બી.એન.રાવતની પણ ભાગીદારી હોવાની ઈસનપુર પોલીસને શંકા છે. પોલીસની 8 કલાક ચાલેલી રેડમાં 10.54 લાખ રોકડ, 21 ટુ-વ્હીલર, 6 કાર મળી 41.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.