• Gujarati News
  • બાવળાની કુમાર મંદિર જિલ્લામાં ગુણોત્સવ 4માં પ્રથમ આવી

બાવળાની કુમાર મંદિર જિલ્લામાં ગુણોત્સવ-4માં પ્રથમ આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાની કુમાર મંદિર જિલ્લામાં ગુણોત્સવ-4માં પ્રથમ આવી

બાવળા|બાવળાકેળવણી મંડળ સંચાલિત કે.દે.કુમાર મંદિર ગુણોત્સવ-4માં અમદાવાદ જિલ્લાની 951 પ્લસ ગ્રેડ મેળવીનુે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળાએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવતા બાવળા તાલુકા અને બાવળા કેળવણી મંડળનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શાળાના આચાર્ય વિક્રમભાઇ સુપરવાઇઝર ભુરાભાઇ રાઠોડ, શાળાના સ્ટાફને બાવળા કેળવણી મંડળે અભિનંદન પાઠવ્યા છે. તેમજ આગામી ગુણોત્સવઢ5 સંદર્ભે શાળામાં વાલીઓ અને શિક્ષકો અને આચાર્યની તથા એસએમસી સભ્યોની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટીંગમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વાલીઓના પ્રશ્નો સાંભળીને શાળાનો વિકાસ તથા બાળકોના હિત માટેના સતત પ્રયત્નો કરાશે, તેમ કેળવણી મંડળના સભ્યો અને આચાર્યએ જણાવ્યું હતું.