‘ઝુમકા ગિરા રે...’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
: રવિવારેજીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિખ્યાત ગાયિકા આશા ભોંસલેની કોન્સર્ટ યોજાઈ હતી, જેમાં પોતાના સુમધુર ગીતોથી આશા ભોંસલેએ શહેરીજનોને રસતરબોળ તો બનાવ્યા જ, પણ સાથે તેમની સ્ટેજ સુધીની એન્ટ્રી પણ એટલી રસપ્રદ રહી હતી. અમદાવાદની ઓળખ સમી રીક્ષામાં બેસીને તેઓ આવ્યા હતાં. લોકોનું અભિવાદન ઝીલીને પછી સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી. કાર્યક્રમની શરૂઆત તેમણે ગુજરાતી ગરબો ‘રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ’થી કરી ત્યારે સૌ આફરીન પોકારી ઉઠ્યા હતાં.આ પછી તેમના સદાબહાર ગીતો ‘ઝુમકા ગિરા રે...બરેલી કે બાજાર મેં...’, ‘દિલ ચીઝ ક્યા હૈ...આપ મેરી જાન લિજિયે...’, ‘ઇન અાંખો કી મસ્તી...’ રજૂ કરી અમદાવાદીઓના દિલ જીતી લીધાં હતાં.