• Gujarati News
  • {સાણંદ કોંગ્રેસ સ્નેહમિલનમાં કોંગી આગેવાનો દ્વારા ભાજપ પર ચાબખા

{સાણંદ કોંગ્રેસ સ્નેહમિલનમાં કોંગી આગેવાનો દ્વારા ભાજપ પર ચાબખા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{સાણંદ કોંગ્રેસ સ્નેહમિલનમાં કોંગી આગેવાનો દ્વારા ભાજપ પર ચાબખા

ભાસ્કરન્યૂઝ. સાણંદ

અમદાવાદજિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાણંદ નગરપાલિકા ટાઉન હોલમાં શનિવારે સાંજે 4.00 કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુનભાઇ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં કોંગ્રેસ આગેવાનો કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં અને જિલ્લાના કાર્યકરો તથા હોદ્દેદારોને આત્મનિરીક્ષણની સલાહ આપી હતી.

સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો. કે પેટ્રોપેદાશોના ભાવોમાં 40 ટકાનો ઘટાડો અને અન્ય દેશોમાં પેટ્રોલના 10થી 12 રૂા. ઘટ્યા છે. જ્યારે ભારતમાં બે રૂપિયા ઘટાડી ભાજપ સરકાર દિનની વાતો કરે છે. આજે ડાંગર-કપાસના ભાવો ખાડે જતા ખેડૂતો આત્મવિલોપન કરી રહ્યા છે. રેલવે ભાડા, વીજળીના ભાવો, દવાના ભાવો, પાઠ્ય પુસ્તકોના ભાવોમાં દોઢ વધારા કરનારી સરકાર નેનોવાળાની, અંબાણીની, અદાણીની સરકાર છે. સામાન્ય જનતાની નહીં !! કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષે સભ્ય નોંધણી ઝુંબેશ ચલાવી પ્રથમ સ્થાનિક ચૂંટણીઓ સર કરવી કાર્યકરોને આહ્વાન કર્યું હતું અને ભાજપને વચનો યાદ આપવા લોકો સમક્ષ જવાનું જણાવ્યું હતું.

પ્રસંગે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર દરેક વાત નાટક કરી જુઠ્ઠાણાથી ચલાવે છે અને તો પણ લોકો એમ કહે છે કે ના બરાબર છે !! બરાબર છે !! માટે લોકોની વચ્ચે જઇ આપણે બુલંદ અવાજથી બધા જુઠ્ઠાણાનો વિરોધ કરવો પડશે.

લોકો આપણને મત આપે તો કાંઇ નહીં પરંતુ ભાજપના જુઠ્ઠાણાથી જનતાને વાકેફ કરવી પડશે અને તેના માટે કાગળ પર કામ નહીં ચાલે પરંતુ લોકોની વચ્ચે જઇને કહેવું પડશે. વળી તેમણે આગામી ચૂંટણીઓમાં સમજદાર અને સર્વસ્વીકૃત ઉમેદવારને પ્રમોટ કરવા સ્થાનિક આગેવાનોને જણાવ્યું હતું અને ઉમેદવાર જે હોય તેને ટેકો આપી ફકત કોંગ્રેસ માટે કામ કરવા હાંકલ કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી, ઇન્ચાર્જ મહામંત્રી પંકજસિંહ વાઘેલા, ધારાસભ્યો કરમશીભાઇ પટેલ, તેજશ્રીબેન પટેલ, સાણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ મેરુભા ગોહિલ, તાલુકા પ્રમુખ રમણભાઇ પટેલ, વિરમગામ કોંગ્રેસ અગ્રણી કુંવરજી ઠાકોર, પૂર્વ જિલ્લા સદસ્યો નટુભા વાઘેલા, ગૌતમભાઇ રાવલ, જિ.પ. વિપક્ષ નેતા મૂર્તુઝાખાન પઠાણ, જે.બી. પટેલ સહિત 2000 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

લોકોન