• Gujarati News
  • મીઠા ઉદ્યોગને દોઢ લાખ ટનનું નુકસાન

મીઠા ઉદ્યોગને દોઢ લાખ ટનનું નુકસાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરના મીઠા ઉદ્યોગની વાત કરીએ તો ભાવનગરમાં 500 થી 5000 એકરના 28 અને 10 એકરના 30 સોલ્ટ ફાર્મ અગર આવેલા છે. અને તેમાં વાર્ષિક 10 લાખ ટન મીઠુ પાકે છે.જયારે નિરમાનુ કારખાનુ 23000 એકરમાં સમાયેલુ છે. અને તેમા વર્ષિક 18 લાખ ટન મીઠુ પકવવામા આવે છે. બન્ને ગણીયે તો જિલ્લામાં 28 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે.

ગુજરાતની મીઠાની જરૂરિયાતમાં માત્ર ભાવનગર 12 ટકા મીઠુ પુરી પાડી રહયુ છે. અને ગુજરાત 80 ટકા ઉત્પાદન કરે છે.એટલે મીઠાના ઉત્પાદનમાં રાજ્યમાં ભાવનગરનો હિસ્સો નોંઘપાત્ર ગણી શકાય.

ભાવનગરનંુ મીઠુ ગુજરાત આલ્કલી એન્ડ કેમીકલ (રણોલી બરોડા), રીલાયન્સ, ગ્રાસીમ (નાગદા) સેન્ચુરી કેમીકલ (મુંબઇ), વિલાયત (ગ્રાસીમ ભરૂચ), ડીસીએમ (કોટા), ડીસીએમ (જગડીયા) વિગેરે જગ્યાએ ભાવનગરનુ મીઠુ નિકાસ કરવામાં આવે છે.

વિકાસની વાત કરીએ તો મીઠા ઉદ્યોગની સરકારમાં રજુઆત થઇ છે. અને બેથી અઢી માસમાં તેનો નિકાલ આવી જશેે. જીએસીએલ આવતા 3 વર્ષમાં કોસ્ટીક સોડાનો 600 ટનનો પ્લાન્ટ સ્થાપશે.એટલે માલની જરૂરીયાત વધુ રહેશે ત્યા ઉત્પાદન પણ વધુ કરવામાં આવશે. ભાવનગરમાં દરિયા કાંઠો આવ્યો હોવાથી ભાવનગરમાં મીઠા ઉદ્યોગનો વિકાસ થયો છે. ભાવનગરના પટેલ સોલ્ટ અને ભારત સોલ્ટ ભારત સિવાય પણ આફ્રીકન દેશોમાં મીઠાની નિકાસ કરી રહયા છે. એટલે ભારત સિવાય બીજા દેશોમાં ભાવનગરનુ નામ મોખરે રહ્યું છે.

મીઠા ઉદ્યોગને ગુજરાત સરકાર દર વર્ષે રોડ બનાવવા માટે રૂા.40 થી 50 કરોડ ફાળવી રહયા છે. સરકારને એકર દિઠ રૂા.300 ભાડાની આવક, એક ટને રૂા.8 રોયલ્ટી અને 3.5 શેષ પ્રાપ્ત થઇ રહી છે.

ભાવનગરમાં મીઠાનો ધંધો 1943માં ભાવનગર સોલ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે 10 હજાર ટનનુ ઉત્પાદન કરતા હતા તે આજે વધીને 2 લાખ ટનને આંબી ગયુ છે.

ભાવનગરના મીઠા ઉદ્યોગને ઉદ્યોગથી 2 હજાર લોકોને રોજગારી પુરી પાડવામાં આવે છે. અત્યારે આધુનિક મશીનરી આવી ગઇ હોવા છતાં ઉદ્યોગ આટલી માત્રામાં લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. > પ્રકાશભાઈગોરસિયા, પ્રમુખ,ભાવનગર મીઠા ઉદ્યોગકાર એસો.

બે હજાર લોકોને રોજગારી