• Gujarati News
  • રસોઇ બનાવતા દાઝી ગયેલી મહિલાનું મોત

રસોઇ બનાવતા દાઝી ગયેલી મહિલાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલતાલુકાના અંતરિયાળ ઓડકી ગામે પોતાના ઘરે પ્રાયમસ પર રસોઇ બનાવતા દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.

માંડલ તાલુકાના ઓડકી ગામે પરિવાર સાથે રહેતા રૂપાબેન મનુજી ઠાકોર ઉ.વ.45 રવિવારના બપોરે પોતાના ઘરે પ્રાઇમસ પર રસોઇ બનાવી રહ્યાં હતાં. અચાનક પ્રાઇમસ ફાટતા કેરોસીન શરીર ઉડતા રૂપાબેન ઠાકોર આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં. તેઓને સારદાર અર્થે વિરમગામ સામુિહક સારવાર કેન્દ્રમાં લઇ જવાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ હોિસ્પટલમાં દાખલ કરવામાં આવી હતી. સોમવારના રોજ સવારે 9.00 કલાકે અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ સિવીલ હોસ્પિટલના પોલીસ સ્ટેશનના નટવરલાલ ગોપાળજી હેડ કોન્સ્ટેબલ માંડલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. માંડલ પોલીસ સ્ટેશનના જગદીશભાઇ હેડ કોન્સ્ટેબલે વધુ તપાસ હાથ ધરી છેે.