• Gujarati News
  • સરકારી પોલિટેકનિકમાં વિદ્યાર્થિનીની છેડતી પ્રકરણમાં

સરકારી પોલિટેકનિકમાં વિદ્યાર્થિનીની છેડતી પ્રકરણમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી પોલિટેકનિકમાં વિદ્યાર્થિનીની છેડતી પ્રકરણમાં

3 વિદ્યાર્થીઓને કોલેજ અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા



આંબાવાડીખાતેની ગવર્નમેન્ટ પોલિટેકનિકની પ્રથમ વર્ષ આઈટી એન્જિનયરિંગ શાખાની ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે રોમિયોગીરી કરવાનું કોલેજના વિદ્યાર્થીઓને ભારે પડ્યું છે. પોલિટેકનિકના પ્રિન્સિપાલના વડપણ હેઠળ રચાયેલી શિસ્ત સમિતિએ શનિવારે સ્પેશિયલ હીયરિંગ હાથ ધરી રજૂ કરેલા અહેવાલને ધ્યાનમાં રાખી રચિત બાબુભાઈ પટેલ, ભાર્ગવ અરવિંદભાઈ મારુ અને દેવાંગ બંસીલાલની કોલેજ-હોસ્ટેલમાંથી બરતરફ કરી તેમના પર કોલેજના મુખ્ય દરવાજાની 200 મીટરની હદમાં કાયમી ધોરણે પ્રવેશબંધી ફરમાવી છે. ડિપ્લોમા ઈજનેરી આઈટી શાખાની પ્રથમ સેમેસ્ટરની વિદ્યાર્થિનીઓની બીભત્સ મશ્કરી, છેડછાડ, પરેશાની અને મહિલા અધ્યાપિકા સાથે ગેરશિસ્તભર્યા વર્તન અંગે શિસ્ત સમિતિની બેઠક મળી હતી.