• Gujarati News
  • રોજગારીની તકો વધશે, સાથેજ વિસ્તારની કાયાપલટ થશે

રોજગારીની તકો વધશે, સાથેજ વિસ્તારની કાયાપલટ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજગારીની તકો વધશે, સાથેજ વિસ્તારની કાયાપલટ થશે

આજની સ્થિતીએઅમદાવાદ એરપોર્ટ ઉપર પ્રવાસીઓની સંખ્યા જોતા આવતા પાંચ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રવાસીઓની સમતા વધી જશે ત્યારે નવા બનાવવામાં આવનાર ધોલેરા એરપોર્ટ પ્રવાસીઓ માટે વિકલ્પરૂપ બનશે તે માટે આધુનિક રસ્તાઓ, એરપોર્ટને લઇ વિસ્તારનામાં એન.આર.આઇ અને ઉદ્યોગપતિઓનો ધસારો વધશે અને નવા નવા ઉદ્યોગો સ્થપાતા લોકોને રોજગારી પણ મળી રહેશે માટે એરપોર્ટ બનશે ત્યારે વિસ્તારની કાયા પલટ થઇ જશે. > વી.આર.પટેલ, એરપોર્ટઓથોરીટી અધિકારી

વિસ્તારમાં નવુ આકાર લેનાર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ઝડપી શરૂ કરાય તે માટે વિસ્તારના પ્રદ્યુમનસિંહ ચુડાસમા ધોલેરા તાલુકા પ્રમુખ, નિર્મળસિંહ ચુડાસમા માજી સરપંચ ધોલેરા, ગોરધનભાઇ બારૈયા જિ.સદસ્ય, અપૂર્વભાઇ શાહ, ભઇલુભાઇ તેમજ એરપોર્ટ ઓથોરીટીમાં આવતા ગામના સરપંચોની હાજરીમાં પબ્લીક હીઅરીંગ કર્યું હતું.

એરપોર્ટ ઓથોરિટીમા આવતા તમામ ગામના સરપંચો બેઠકમાં હાજર રહ્યા હતા