art talk

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
art talk

િસટી િરપોર્ટર } ‘જેમ એકકલાકાર તેના જન્મજાત ગુણો ધરાવતો હોય છે તેમ સંગ્રાહક (કલેક્ટર) પણ જન્મજાત ગુણો ધરાવતો હોય છે. હું નાનો હતો ત્યારથી મને કાપડના વેપારીઓ જે માલ લઈને આવે તેના લેબલો સાચવવાનો ભારે શોખ હતો. જો કે વાત અલગ છે કે ત્યારે મને ખબર નહોતી કે લિથોગ્રાફ કહેવાય. આર્ટની વસ્તુઓનો સંગ્રહ કરવાની પ્રોસેસ પછી તો આગળ વધી અને આર્ટ સંગ્રાહક બનવાનું નક્કી કર્યું.’ શબ્દો છે અમદાવાદના જાણીતા આર્ટ કલેક્ટર અનિલ રેલિયાના. ગુજરાત વિશ્વકોશમાં ‘મારા કલા સંગ્રહની કડવી મીઠી વાતો’ વિષય પર તેમણે વક્તવ્ય આપ્યું.

તેમણે કહ્યું કે, 10 વર્ષ પહેલા હું, અમિતભાઈ અને ભૂપેનભાઈ નાથદ્વારા ગયેલા ત્યારે એક ચિત્ર જોઈને પ્રભાવિત થયેલો. બધાની ના હોવા છતાં મેં તે ખરીદેલું. પછી મારા ઘરે ક્રિયોન (પરદેશી રિસર્ચર) આવેલા અને તેમણે ચિત્ર જોયું. પછી ખબર પડી કે તો 1904ની આસપાસનું ગાસીરામે કરેલું ગોવર્ધનલાલજીના પુત્રના વરઘોડાનું ચિત્ર છે અને મૂલ્યવાન પણ છે. જોકે ફિલ્ડમાં સાવધ રહેવું પણ જરૂરી છે. ચિત્ર 20 વર્ષ જૂનું છે કે 200 વર્ષ તે ચકાસતા આવડવું જરૂરી હોય છે.

ચિત્ર 20 વર્ષ જૂનુ કે200 તે ચકાસવું જરૂરી હોય છે

વિશ્વકોષ ખાતે આર્ટ કલેક્ટર અનિલ રેલિયાએ ‘મારા કલાસંગ્રહની કડવી મીઠી વાતો’ પણ વકતવ્ય આપ્યું.

અનિલ રેલિયા