}ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ } પોતે ગ્રેજ્યુએટ થયા પછી

}ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ } પોતે ગ્રેજ્યુએટ થયા પછી પાંચેય દિકરીઓને પણ ગ્રેજ્યુએટ સુધી ભણાવી....

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2015, 02:00 AM
}ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ 
} પોતે ગ્રેજ્યુએટ થયા પછી

}ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ

} પોતે ગ્રેજ્યુએટ થયા પછી પાંચેય દિકરીઓને પણ ગ્રેજ્યુએટ સુધી ભણાવી.

વિદ્યાગૌરી નીલકંઠ એટલે ગુજરાતની ગૌરવ લઈ શકાય તેવી નારી. વિશ્વ મહિલા દિને આજે નારીને સન્માન આપવાની વાત થાય છે ત્યારે નારીએ તેમના સમયને સાર્થક કરી જાણ્યો છે. 1901માં તેઓ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થયા હતાં ત્યારે તે સમય કે જ્યારે ઘરની બહાર નીકળવાનું પણ છોકરીઓએ બહંુ ઓછું થતુ તે સમયમાં તેઓ પોતાની અલગ વચારસરણીથી ઘણા આગળ ચાલતા હતાં.

-દક્ષાપટેલ, વિદ્યાબહેનપર રિસર્ચ કરનાર તેમજ આર્ટિકલ માટે માહિતી આપનારા અેચ.કે. કોલેજના પ્રોફેસર

સાદગી અને સરળતાની વાત

વિદ્યાગૌરી1932માં અખિલ હિંદ મહિલા પરિષદના અધિવેશનમાં પ્રમુખ હતાં. એટલે તેમને તેના માટે અમદાવાદથી લખનઉ જવાનું હતું. ત્યારે લખનઉની સ્વાગત સમિતિએ વિદ્યાબહેનના સામાન માટે 1 હાથલારી અને 5 હમાલો તૈયાર રાખેલા પણ તેઓ લખનઉમાં જે ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે સામાનમાં માત્ર એક પતરાની પેટી અને બિસ્તરો હતાં. આવી હતી તેમની સાદગી.

ટ્રેનના ડબ્બામાં ફર્સ્ટક્લાસમાં મુસાફરી

1926માંઅંગ્રેજ સરકારે રમણભાઈ નીલકંઠને નાઈટહૂડનો ખિતાબ આપ્યો હતો એટલે તેમના પત્ની વિદ્યાબહેન આપોઆપ ‘લેડી’ બન્યાં. પછી એક વખત ફર્સ્ટક્લાસમાં તેઓ મુસાફરી કરતા હતાં ત્યારે તેમના ડબ્બાની બહાર લિસ્ટમાં ‘લેડી નીલકંઠ’ એવું લખ્યું હતું. તેવામાં બે પારસી બહેનો ડબ્બામાં દાખલ થઈ અને સામાન્ય વાતો કરવા લાગી કે હિન્દુ બાઈઓ એમ સમજે છે કે લેડીઝ ડબ્બામાં બેસીએ એટલે લેડી લખવું પડે. બીજી કેટલીક ટીકાઓ પણ કરી. જો કે વિદ્યાબહેન ચૂપ રહ્યાં. જ્યારે બધા નક્કી કરેલા સ્થળે પહોંચ્યા ત્યારે ફૂલહાર સહિત તેમને તેડવા આવેલા બિનગુજરાતી યજમાને અંગ્રેજીમાં હેલ્લો લેડી વિદ્યાબહેન તેવું સંબોધન કર્યું અને વિદ્યાબહેને અંગ્રેજીમાં જવાબ આપ્યો ત્યારે પારસી બહેનો શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ અને અંતે તેમણે માફી પણ માંગી હતી.

વિદ્યાગૌરી નામ કેવી રીતે પડ્યું?

તેસમયે બંગાળના સમાજ સુધારક પં.ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની દેશમાં ભારે બોલબાલા હતી. તેમના નામથી પ્રેરિત થઈને અમદાવાદ પ્રાર્થનાસભાના સ્થાપક અને વિદ્યાગૌરીના નાના ભોળાનાથ સારાભાઈ દિવેટિયાએ નક્કી કરેલું કે તેમની પુત્રી બાળાબહેનને જે સંતાન જન્મશે તેમનું નામ પણ વિદ્યાસાગર પાડશે. જો કે પછી જન્મી દિકરી અેટલે તેનું નામ પડ્યું વિધ્યાગૌરી.

પતિ રમણભાઈને નાઈટહુડનો ખિતાબ મળતા બન્યાં લેડી નીલકંઠ

પુનિત ઉપાધ્યાય }

જેવિશ્વ મહિલા દિવસ છે ત્યારે વાત એક એવી મહિલાની જે ગુજરાતના પ્રથમ ગ્રેજ્યુએટ તરીકે ઓળખાય છે. હા તેમનું નામ છે વિદ્યાગૌરી નિલકંઠ. 1876માં જન્મ અને 1901માં ગુજરાતી વિષય સાથે ગુજરાત કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને બહાર આવ્યાં. ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ તો ખરા જ. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજે તેમના જીવનમાં બનેલા કેટલાક રસપ્રદ કિસ્સા જોઈએ.

દેશપ્રેમ, દેશદાઝ અને સ્ત્રી સન્માન

છપ્પનિયાદુકાળ વખતે અને પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં વિદ્યાગૌરીએ વોર રિલીફમાં બજાવેલી કામગીરી બદલ અંગ્રેજ સરકારે તેમને મેમ્બર ઓફ બ્રિટીશ એમ્પાયરનો એવોર્ડ આપ્યો હતો. પછી કેસરે હિંદનો એવોર્ડ પણ મળ્યો. પછી 1930 વખતે અસહકાર આંદોલનમાં અંગ્રેજ સરકારના સૈનિકોએ વિરમગામમાં સત્યાગ્રહી બહેનો પર ઘોડા દોડાવેલા. સહન થતાં વિદ્યાબહેને તમામ એવોર્ડ અંગ્રેજ સરકારને પરત કર્યા હતાં.

...અેટલે અંગ્રેજ સરકારના ઈલકાબ પરત કરી દીધાં

history... વુમન્સડે નિમિત્તે ગુજરાતના પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ વિદ્યાગૌરી નીલકંઠની ખુમારી, સાદગી, દેશપ્રેમ અને સ્ત્રી-સન્માનના પ્રસંગોની ઝાંખી

} મૂર્ધન્ય સાહિત્યકાર રમણભાઈ નીલકંઠ સાથે વિદ્યાગૌરી નીલકંઠ

}ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ 
} પોતે ગ્રેજ્યુએટ થયા પછી
}ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ 
} પોતે ગ્રેજ્યુએટ થયા પછી
X
}ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ 
} પોતે ગ્રેજ્યુએટ થયા પછી
}ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ 
} પોતે ગ્રેજ્યુએટ થયા પછી
}ડિગ્રી સર્ટિફિકેટ સાથે વિદ્યાગૌરી નીલકંઠ 
} પોતે ગ્રેજ્યુએટ થયા પછી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App