તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MAMORY LANE

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
MAMORY LANE

િસટી રિપોર્ટર :અમદાવાદ

16જાન્યુઆરી, 1915ના રોજ વિનાયકરાય િત્રવેદી દ્વારા સ્થાપવામાં આવેલી વી.એસ.ત્રિવેદી ટ્યુટોરિયલ હાઈસ્કૂલનો શતાબ્દી મહોત્સવ રંગમંડળ ખાતે શુક્રવાર સાંજે ઊજવાઈ ગયો. પ્રસંગે કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ હાજરી આપી તેમના સ્મરણો વાગોળ્યા હતા. શાળાના ભૂતપૂર્વ િવદ્યાર્થી અર્ચન ત્રિવેદીએ પ્રસંગે જણાવ્યું હતું કે ‘આજે એક કલાકાર તરીકે મારે લાંબી-લાંબી સ્ક્રિપ્ટ યાદ રાખવાની હોય છે, જેની તાલીમ મને શાળાામાંથી મળી છે.’ તો વિનાયકરાયના પૌત્ર અને સ્કૂલના વિદ્યાર્થી આર્જવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ‘આજથી સો વર્ષ પહેલાં જ્યારે સમાજમાં ભણતરની ખરા અર્થમાં જરૂર હતી ત્યારે મારા દાદાએ સ્કૂલની સ્થાપના કરીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યંુ હતું.’

દાદાએ સો વર્ષ પહેલાં શાળા સ્થાપીને સમાજનું ઋણ અદા કર્યું: આર્જવ