• Gujarati News
  • ડફેર સમુદાયનો મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ડફેર સમુદાયનો મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) : વિરમગામતાલુકાના અંતરિયાળ શિયાળ ગામે રવિવારના રોજ વિમુખજાતિ ડફેર સમુદાય પરિવારોનો મેડીકલ ચેકઅપ કેમ્પ સુરક્ષા સેતુ અંતર્ગત યોજાયો હતો. અમદાવાદ જિલ્લા ગ્રામ્યના વિરમગામ વિભાગના ના.પોલીસ અધિક્ષક આર.ડી. બરંડાની રાહબર હેઠળ સુરક્ષા સેતુ અંતર્ગત વિમુખજાતિ ડફેર સમુદાયના પરિવારોનો સર્વરોગ મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાઇ ગયો. કેમ્પમાં વિરમગામ, માંડલ, દેત્રોજ, રામપુરા તાલુકાના વાંસવા, ભોજવા, એંદલા અને અશોકનગરમાં વસવાટ કરતા વિમુખજાતિ ડફેર સમુદાયના 100થી વધુ લોકો ભાગ લીધો હતો. વાય.એસ.પઠાન (સીપીઆઇ), પી.એ.રાવળ (પોસઇ) સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડફેર પરિવારોને લાવવા-લઇ જવાની માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.