• Gujarati News
  • બે એકાંકીથી ફેસ્ટનું સમાપન

બે એકાંકીથી ફેસ્ટનું સમાપન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્રષ્ટિઅને નઝરિયા દ્વારા થિયેટર ફેસ્ટિવલનાં અંતિમ દિવસે રવિવારે ‘ઇમ્પેશન્ટ સિકર’ અને ‘નામ મેં ક્યા રખા હૈ’ એમ બે નાટકનું પર્ફોમન્સ યોજાયું હતું. ઇમ્પેશન્ટ સિકર 55 મિનિટનું મયંક પાહવા લિખિત અને દિગ્દર્શિત હિન્દી નાટક એકાંકી નાટક છે. જેમાં બે મિત્રો વચ્ચે તેમનાં યુવાનીનાં દિવસોનો વાર્તાલાપ દર્શાવાયો હતો, જેમાં સમાજની માનસિકતા અને તેમનાં મંતવ્યોથી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છેω તે વાત રમૂજ સાથે રજૂ કરવામાં આવી હતી. જ્યારે ‘નામ મેં ક્યા રખા હૈ’ નોર્માન વોલ્શની દ્વિધા અને આશ્ચર્યની પંજાબી બેકગ્રાઉન્ડ સાથે સુંદરતાથી દિગ્દર્શક મનુક્રિતી પાહવાએ 30 મિનિટ્સમાં રંગમંચ પર રજૂઆત કરી હતી.

આમ, નાટ્ય ફેસ્ટિવલને શહેરીજનાેએ મનભરીને માણ્યો હતો. અહીં ભજવાયેલા નાટકો જોવા મોટી સંખ્યામાં શહેરના આર્ટપ્રેમી દર્શકો હાજર રહ્યા હતાં અને નાટ્ય કલાકારોને બિરદાવ્યા હતાં. નાટ્યમંચન પછીના સમયમાં ડાયરેક્ટર, કલાકારગણ સાથે દર્શકોએ ઇન્ટરેકશન પણ કર્યું હતું.

Theatre fest