સાણંદ સિવીલ કોર્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાણંદ

સાણંદસિિવલ કોર્ટના એડીશનલ જજ ડી.એ. જાદવની ગેરવર્તણુક મુદે સાણંદ બાર એસો.ના વકીલો ગત શનિવારે કામકાજથી અળગા થઇ ગયા હતા અને સાત - સાત દિવસ સુધી કોર્ટનું કામકાજ ઠપ થઇ જતા રોજબરોજના કુલ એક હજારથી વધુ કેસોના કામકાજો ઠપ થઇ ગયા હતા. છેવટે ડીસ્ટ્રીકટ જજે મધ્યસ્થી કરી બાર એસો.ને ન્યાયી ઉકેલની ખાત્રી આપતા શુક્રવારે બપોર પછી કોર્ટનું કામકાજ પુન: શરૂ થઇ ગયુ હતું.


સાણંદ સિવીલ કોર્ટ સંકુલમાં આવેલી એડીશનલ જજ જજ ડી.એ. જાદવની કોર્ટમાં સાણંદના અગ્રણી એડવોકેટ પોતાના કેસ અંગે રજુઆત કરી રહ્યા હતા ત્યારે જજ ડી.એ. જાદવે ઉંચા અવાજે છેલ્લી પાટલીએ બેસી જવા અથવા કોર્ટની બહાર નીકળી જવાનું કહેતા વકીલ આલમમાં સન્નાટો મચી જવા પામ્યો હતો અને સાણંદ બાર એસોના 100 જેટલા વકીલો કામકાજથી અળગા થઇ જતા સાણંદ કોર્ટના અનેક કામકાજો રઝળી પડયા હતા અને અસીલોને પણ હાલાકી ભોગવવી પડી હતી. જોકે, એક અઠવાિડયા બાદ કોર્ટ શરૂ થતાં તમામ પ્રકારના કામનો ભાર વધી ગયો છે.

રાજેશભાઇ પારેખ, પ્રમુખ,અમદાવાદ જિલ્લા બાર એસો.

જજનો વર્તન અયોગ્ય : ગુજ.બાર એસો.

ઉપરોકતમુદેગુજ.બાર એસોના મેમ્બર અને સાણંદ કોર્ટની મુલાકાત લેનાર કરણસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ પબ્લીકને ન્યાયતંત્ર પાસે ઘણી મોટી અપેક્ષા હોય છે. જેથી જજ કે એડવોકેટ એકેય પક્ષે અસભ્ય વર્તન અયોગ્ય ગણાય. સાણંદ મુદે બાર એસો.ની વાત વાજબી હતી અને એટલે ડીસ્ટ્રીકટ જજ દ્વારા ન્યાયી પગલાની ખાત્રી અપાઇ છે. કરણસિંહવાઘેલા મેમ્બર, ગુજરાતબાર એસો.

સાણંદકોર્ટ બાર એસો.ની માગણી યોગ્ય

મુદેસાણંદ કોર્ટની મુલકાત લેનાર રાજેશભાઇ પારેખે જણાવ્યુ હતું કે સાણંદ એડીશનલ જજ ડી.એ. જાદવની ગેરવર્તણુક મુદો યોગ્ય હતો. જેથી વકીલોનું કામકાજથી અળગા થવું પણ સ્વાભાવિક હતું. મુદે વકીલોને ન્યાય મળવો જરૂરી છે.

કોર્ટમાં રોજના 200થી વધારે કેસો આવે છે

કોર્ટમાંદરરોજના150 જેટલા ફોજદારી કેસો, 100 જેટલા સિવીલ કેસો તેમજ જન્મમરણ, મુદામાલ જેવી 50 પરચુરણ અરજી આવતી હોય છે જે તમામ કામો એક સપ્તાહથી પડતર રહ્યા હતા.

કોર્ટમાંઆવતા અનેક પક્ષકારોને ધક્કા

કોર્ટમાંદરરોજધોળકા-ધંધૂકા, પોરબંદર, સુરત, ગોધરા, જામજોધપુરથી પક્ષકારો આવે છે જે ને કોર્ટનું કામ ઠપ હોવા બાબતથી અજાણ હોવાથી ધરમધક્કા થયા હતા અને સમય અને શકિતનો પણ વ્યય થયો હતો.

વિરમગામ-ધોળકાનાવકીલોએ ટેકો આપ્યો

સાણંદમાંજજનાહોદાને અશોભનીય વર્તન કરી વકીલોને હડધૂત કરવાના મુદે અપાયેલા બંધને વિરમગામ અને ધોળકા બાર એસો.ને ટેકો જાહેર કરી બંને કોર્ટના વકીલો ગુરૂવારે કામથી અળગા રહ્યા હતા.

સાણંદ કોર્ટમાં 1000થી વધુ કેસો લટક્યા