• Gujarati News
  • લીંબડી|વીમા સપ્તાહઅંતર્ગત એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા દ્વારા બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું

લીંબડી|વીમા સપ્તાહઅંતર્ગત એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા દ્વારા બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી|વીમા સપ્તાહઅંતર્ગત એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા દ્વારા બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ હતું.90 જેટલા છાત્રોએ ઉત્સાહપૂર્વક ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો./અશ્વિનસિંહ રાણા

મહિલા પર કોદાળીનો ઘા

અમદાવાદ|હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા રંજનબેન કોળીને બાજુની વાડીમાંથી વરસાદી પાણીનો નિકાલ કરતા ગામના મહિપાલસિંહ વચ્ચે બોલાચાલી થઇ હતી. મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા મહિપાલસિંહે રંજનબેનને કોદાળીનો ઘા મારતા ઇજા પહોંચાડી હતી. આથી રંજનબેનને સારવાર માટે તાત્કાિલક સુરેન્દ્રનગર હોિસ્પટલે લઇ જવાયા હતાં.

બાલ-ચિત્ર સ્પર્ધા

શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

સાણંદ|સાણંદની દાદાગ્રામ આશ્રમ શાળા ખાતે ગુરુવારે સાણંદ બ્લોક રીસોર્સ સેન્ટરના ઉપક્રમે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતું. પ્રસંગે ટીડી હીરેશભાઇ પટેલ, મામલતદાર દવે, બીઆરસી રાકેશભાઇ ઠાકર, માનવસેવા ટ્રસ્ટના મનુભાઇ બારોટ સહીત શાળાનો સ્ટાફ હાજર હતો.

સાણંદથી 1200 ફૂડ પેકેટો કાશ્મીર મોકલાયા

સાણંદ|સાણંદના કેટલાક માનવતાવાદી નવયુવાનો કાશ્મીર અસરગ્રસ્તોની વહારે આવ્યા હતા અને શુક્રવારે સૂકા નાસતાના 1200 ફૂડ પેકેટો સાણંદ મામલતદાર દવેના માર્ગદર્શનથી કલેકટર કચેરી અમદાવાદમાં રવાના કર્યા હતા. સાણંદના સેવાભાવી યુવાનો પરેશભાઇ ચૌહાણ (પીકસલ કોમ્પયુટર), વિમલ ત્રિવેદી (ટેક્ષ કન્સલ્ટન્ટ), આશિષ વ્યાસ વિ. સાણંદની સંસ્કાર વિદ્યાલય બોર્ડીંગના રસીકલાલ પટેલ તેમજ આવડદાન ગઢવી (એસટી પેસેન્જર એસો. પ્રમુખ) તથા બક્ષીપંચ છાત્રાલય બોર્ડીગના 11 વિદ્યાર્થીના સહકારથી 1200 ફૂડ પેકેટ તૈયાર થયા હતા.

ન્યૂઝ ઇન બોક્સ