• Gujarati News
  • મે2013માં શહેરનાં સેકટર 20માં રહેતા કનુભાઇ મેવાણી નામનાં નાગરીક

મે2013માં શહેરનાં સેકટર 20માં રહેતા કનુભાઇ મેવાણી નામનાં નાગરીક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મે2013માં શહેરનાં સેકટર 20માં રહેતા કનુભાઇ મેવાણી નામનાં નાગરીક અમદાવાદ એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે હાજરી આપીને ગાંધીનગર પોતાનાં ઘરે આવવા નિકળી રહ્યા હતા. કનુભાઇ શહેરનાં ઘ-5 સર્કલ પાસે સરખેજ રૂટની બસમાંથી ઉતર્યા બાદ રીક્ષાની રાહ જોવા લાગ્યા હતા. ત્યારે અગાઉથી રીક્ષા ગેગએ આયોજન મુજબ રીક્ષા લઇને કનુભાઇ પાસે આવીને સેકટર 20માં જવા બેસાડી લીધા હતા. ઘ-5થી સેકટર 20માં પહોચતા સુધીમાં રીક્ષામાં બેઠેલા અન્ય શખ્સોએ કનુભાઇની બેગમાં રાખેલા રૂ. 2.42 લાખની કિંમતનાં દાગીનાં સેરવી લીધા હતા. ઘરે પહોચ્યા બાદ કનુભાઇને ઘટનાની જાણ થતા સેકટર 21 પોલીસ સ્ટેશનમાં અંગે ફરીયાદ નોંધાવી હતી. બનાવમાં ગત તા 2જી સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર એલસીબી દ્રારા મુખ્ય સુત્રધાર અમદાવાદનાં વટવાનાં રહેવાસી અફસર ઉફે બાટલી જફરખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. જેની પુછપરછ દરમિયાન અમદાવાદનાં વટવા વિસ્તારનાં અલિફનગરમાં રહેતા અનિશ અહેમદ ઉર્ફે અન્નુ કરીમ અહેમદ અંસારીની સંડોવણી પણ ખલતા ધરપકડ કરાઇ હતી.

રીક્ષામાં બેસાડી દાગીના સેરવી લેનાર પકડાયો