તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાત્મા ગાંધીને મળેલાં માનપત્રો આગળ નોબેલ પ્રાઈઝ પણ નાનુ પડે: મહેબૂબ દેસાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: મહાત્મા ગાંધીને 1938, 1948 અને પછી 1948નાં જ અંત ભાગમાં નોબેલ પારિતોષિક મળે તેવું નક્કી થયું હતું પણ પછી સમિતિએ એમ કહીને ન આપ્યું કે ગાંધીજીએ વિશ્વશાંતિ માટે અહિંસાની વાત કરી નથી તેમણે તો ભારતને લક્ષ્યમાં રાખીને જ આ વાત કરી છે એટલે તેમને નોબેલ પારિતોષિક ન આપી શકાય. મને લાગે છે આ પારિતોષિક આપતી સમિતિની ખોટી વાત છે કેમ કે ગાંધીજીએ તો હિટલરને પણ પત્ર લખીને શાંતિ માટે અપીલ કરી હતી.

મારું સ્પષ્ટપણે માનવું છે કે ગાંધીજીને પોતાના જીવનકાળમાં એટલા માનપત્રો મળ્યા છે કે તેમની આગળ તો નોબેલ પ્રાઈઝ પણ નાનુ પડે’ આ શબ્દો છે લેખક મહેબૂબ દેસાઈના. બુધવારે ગુજરાત વિશ્વકોશમાં તેમણે ‘ગાંધીજીને મળેલા માનપત્રો’ વિષય પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ગાંધીજીને મહાત્માનું બિરૂદ ટાગોરે નહીં પણ સૌરાષ્ટ્રમાં જ મળ્યું હતું. 4 જૂન 1915નાં રોજ જેતપુરની મુલાકાત દરમ્યાન 48 જેટલા અગ્રણીઓએ તેમને માનપત્ર આપ્યું હતું જેમાં ગાંધીજીને ‘મહાત્મા’ શબ્દથી પ્રયોજ્યા હતાં.

મોટા ભાગના લોકો આજે પણ એવું સમજે છે કે ગાંધીજીની આ બિરૂદ ટાગોરે આપ્યું હતું. ગાંધીજીને કાગળ ઉપર, તામ્રપત્ર પર તેમજ બીજા અનેક માધ્યમોમાં માનપત્રો અપાયા છે. એટલું જ નહીં ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં જઈ રહ્યાં હતાં ત્યારે ઈજિપ્તના નિવાસીઓએ પણ તેમને લીલા રંગમાં પ્રિન્ટ કરેલું અને ભારતના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોથી સજાવેલું માનપત્ર 1931ની 7મી સપ્ટેમ્બરે આપ્યું હતું.’
અન્ય સમાચારો પણ છે...