પતિથી ત્રાસી પિયર આવી, પ્રેમી સાથે લગ્ન કર્યાં, હવે છુટકારો માગતી મહિલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ‘મને તો બસ એનો પ્રેમ જોઇતો હતો. ક્યાં ખબર તે દગો મળશે. માતા પિતાના કહેવાથી મારા કરતા મોટી ઉંમરના વ્યક્તિ સાથે 18 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા તો એણે મને તેના મિત્રો સાથે મિત્રતા કરવા કહ્યું. જે સહન ન થતા પિયર આવી ગઇ. પિયરમાં એક રિક્ષાચાલકના પ્રેમમાં પડી. તો એણે મારો ગર્ભ જ પડાવી દીધો. હવે મને બસ એનાથી છુટકારો જોઇએ છે એટલે ફરિયાદ કરવા આવી છું.’ આ શબ્દો છે નિશાના.

રિક્ષાચાલક પ્રેમીએ બળજબરીથી ગર્ભપાત કરાવી દીધાની ફરિયાદ

એક બાળક સાથે પોલીસ સ્ટેશને આવેલી મહિલાએ અરજીમાં જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા 3 વર્ષથી પિયરમાં રહું છું. સાવન 3 વર્ષ પહેલા મારા પિયરમાં રિક્ષા ચલાવતો હતો. ત્યારે હું તેના પ્રેમમાં પડી હતી. અમે બન્નેએ મંદિરમાં ફુલહાર કરી લગ્ન કર્યા હતા. એ પછી મને ગર્ભ રહી જતા મેં બાળક રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પણ સાવને તેના પરિવારને અમારા સંબંધો વિશે જણાવ્યું ન હોવાથી બધાને ખબર પડી જશે એ બીકે મને ગર્ભપાત કરવાનું કહેતો હતો, પણ મે તેમ ન કરાવ્યું.’

પાંચ મહિના પહેલા બનેલી ઘટનાની અત્યારે અરજી કરવા બાબતે તેણે જણાવ્યું હતું કે,‘મારી સાથે જે થયું એ અન્ય સાથે ન થાય એટલે. હું 18 વર્ષની હતી ત્યારે પરિવાની મરજીથી મારીથી ઘણા મોટા વ્યક્તિ સાથે લગ્ન કર્યા તેનાથી મને 8 વર્ષોનો દિકરો અને 4 વર્ષની દિકરી છે. તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેના મિત્રનો મારો હાથ પકડે કે કાંઇ પણ કરે તેનો તેને વાંધો ન હોઇ એના મિત્રો સાથે મિત્રતા કરાવી ઘર ચલાવવા દબાણ કરતા. ના એણે મારી સ્ત્રી તરીકે કદર કરી ન તો મારા પ્રેમીએ મારી લાગણી અને મમતાની કદર કરી.
અન્ય સમાચારો પણ છે...