રાહુલ જ્યાં જાય, ત્યાં વડાપ્રધાન સભાઓ ગજવે, શાહ બંધબારણે રણનીતિ ઘડે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ‘ટૉમ એન્ડ જેરી’ની કાર્ટૂન સિરીઝ જેવા બની રહ્યો છે. ભાજપ પ્રચાર શરૂ કરે તે પહેલાં જ કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રવાસો કરી કૉંગ્રેસ તરફી વાતાવરણ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રાહુલના પ્રવાસ બાદ વડા પ્રધાને એ જ સ્થળોએ જાહેરસભા કરી ભાજપ તરફી લહેર ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ એ જ વિસ્તારોમાં બંધબારણે બેઠકો યોજી રણનીતિ ઘડી રહ્યા છે. રાહુલે ભરૂચમાં રોડ-શૉ યોજ્યા પછી અમિત શાહે ત્યાં ગુપ્ત બેઠક યોજી હતી.

 

કૉંગ્રેસની રણનીતિ

 

ભાજપ પ્રચાર શરૂ કરે તે પહેલાં જ મતદારોને કૉંગ્રેસ તરફી ઝોક વધારવા રાહુલે રાજ્યમાં પ્રવાસ કર્યો. રોડ-શૉ કરાયા. જાહેરસભા કરીને ભાજપ સરકારની નિષ્ફળતાઓ મતદારો સમક્ષ મૂકી.


ભાજપની રણનીતિ

 

રાહુલે જ્યાં સભા, રોડ-શૉ કર્યા છે ત્યાં મોદીની સભાઓ યોજી ભાજપ તરફી વાતાવરણ કરવું. પછી સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી શાહ રણનીતિ તૈયાર કરે છે.

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

 

 

 

અન્ય સમાચારો પણ છે...