તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોવાયેલ બાળકો મુદ્દે શું કરવું તે વિશે અરજદારો અભિપ્રાય આપે: હાઇકોર્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : રાજ્યમાં ગુમ કે અપહરણ થઇ રહેલા બાળકો મામલે થયેલી જાહેરહિતની રિટમાં સરકારે કેવા પગલા લેવા જોઇએ તે બાબતે પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે હાઇકોર્ટે અરજદારને સૂચન કર્યું છે. રાજ્ય સરકારે આજે ગુમ થયેલા બાળકો મામલે કેટલીક આંકડાકીય વિગતો રજૂ કરી હતી જે અનુસાર રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 6500 જેટલી છોકરીઓનું અપહરણ થયું હતું જે પૈકી 1200 બાળકીઓ આજે પણ ગુમ છે. હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી આગામી 3 સપ્તાહ બાદ પર મુલતવી રાખી છે.  સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ મનીષાબેન લવકુમારે રજૂઆત કરી હતીકે, બાળકો ગુમ થવાનો મુદ્દો ગંભીર છે અને સરકાર આ મામલાને એટલી ગંભીરતાથી લઇ રહી છે.

અપહરણ થનાર બાળકોમાં 83% બાળકીઓ

રાજ્ય સરકારના આંકડા પ્રમાણે 2013 થી 2015માં 14 વર્ષ સુધીની ઉંમરના 686 છોકરાઓનું અપહરણ જેમાં 591ની ભાળ મળી, 95 લાપતા છે. 1025 બાળકીઓનું અપહરણ થયું હતું તે પૈકી 880ની ભાળ મળી છે જ્યારે 145 હજુ ગુમ છે. 15 થી 18 વર્ષની ઉંમરમાં 590 છોકરાઓનું અપહરણ થયું હતું તે પૈકી 477ની ભાળ મળી, 113 ગુમ છે. છોકરીઓમાં 5477 છોકરીઓનું અપહરણ થયું જેમાં 4411ની ભાળ મળી છે જ્યારે 1066 મળી નથી. આમ કુલ 7778 અપહૃત બાળકોમાંથી 6359 જેટલા બાળકો મળી આવ્યા છે. જ્યારે 1419 જેટલા હજુ લાપત્તા છે. અપહૃ્તમાં સૌથી વધારે છોકરીઓની સંખ્યા 6500 જેટલી થાય છે જે પૈકી 1200 છોકરીઓ હજુ મળી આવી નથી.
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો