તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામના લાકડાના વેપારીઓ વેટની ઝપટમાં: રૂ.60 કરોડની કરચોરી પકડાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : રાજ્યના વાણિજ્યિક વેરા વિભાગે, ગાંધીધામમાં લાકડાના વેપારીઓ પર સાગમટે પાડેલા દરોડામાં રૂ.60 કરોડને વેટ ચોરી પકડી પાડી છે. વેટ વિભાગે 27 વેપારીના 45 જેટલા સ્થળે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં અંદાજે રૂ. 3,200 કરોડના વ્યહારોના પર્દાફાશ થવાને પગલે વેટ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આ જંગી રકમના વ્યવહારોને ધ્યાનમાં લેતાં 13 ટકા વેટ અને 300 ટકા પેનલ્ટી લાગુ કરવામાં આવે તો રૂ. 400 કરોડની વેટ ચોરી પકડાવાની શક્યતા છે. આ વેપારીઓના બેંક ખાતા સ્થગિત કરાયા છે અને દસ્તાવેજો જપ્ત કરીને સઘન તપાસ હાથ ધરાઈ છે.

દિલ્હી સહિત પરપ્રાંતના રૂ. 3200 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ

ગાંધીધામના ટિમ્બર મરચન્ટ્સ વેટની ઝપટમાં આવી ગયા છે. વેટ વિભાગે સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને લાકડાના 27 વેપારીઓના બિલ વિના કરાયેલા અંદાજે રૂ.3,200 કરોડના પર પ્રાંતના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે. જે પૈકી ફક્ત દિલ્હીમાં જ રૂ. 2 હજાર કરોડના વ્યવહારો કરાયા હોવાનું જોવા મળ્યું છે.

કરચોરીનો આંક રૂ.400 કરોડે પહોંચવાની શક્યતા: 45 સ્થળે સર્ચ ઓપરેશન

વેટના 3 અધિકારીઓની ટીમને તપાસ માટે દિલ્હી મોકલવામાં આવી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ- પ્રત્યેકમાં રૂ.300 કરોડના વ્યવહારો થયા છે. આ વેપારીઓ અન્ડઈન્વોઈસિંગ કરવા સહિતની મોડસ ઓપરેન્ડી મારફતે વ્યવહારો કરીને જંગી વેટ ચોરી કરતા હોવાની મળેલી બાતમીના આધારે ઓનલાઈન વ્યવહારો, ટિન નંબર, વગેરેની તપાસ કરાઈ હતી.

કંડલા બંદર પર કરોડોનો માલ સલવાયો

કંડલા પોર્ટ પરના ગોડાઉનોમાં વિદેશથી આયાત કરાયેલો લાકડાનો જંગી સ્ટોક પડ્યો છે. આ સ્ટોક અન્ય સ્થળે લઈ જવા માટે ‘વેટ’ની મંજૂરી મેળવીને જ ક્લીયર કરવામાં આવે તે માટે કસ્ટમ્સ સત્તાવાળાઓને અપીલ કરાઈ છે. આમ, કંડલા પોર્ટ પર કરોડોનો સ્ટોક સલવાઈ ગયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો