તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ'વાદ: CM આવતા નથી ને ખોખરાના વસાવડા હોલનું ઉદઘાટન કરાતું નથી!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ખોખરા વોર્ડમાં આવેલા શ્યામાપ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલ ઉદઘાટનની રાહમાં બંધ પડી રહ્યો છે. નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવાના કોર્પોરેશન શાસકોના આગ્રહમાં હોલનું ઉદઘાટન અટકી પડ્યું છે. તો બીજી તરફ, આ હોલનું ભાડું હતું તેના કરતા વધારવાનો નિર્ણય લેવાયો છે. ઉદઘાટન નહીં કરવાના કારણે આ વિસ્તારના નાગરિકોના બુકિંગ પણ લેવાતા નહીં હોવાના કારણે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ પ્રવર્ત્યો છે.
 
ખોખરા વોર્ડના મધ્યમ વર્ગના લોકોને ઓછા ખર્ચે વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર અહીં શ્યામાપ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલ મેદાન સાથે બનાવવામાં આવ્યો હતો. અગાઉ મેદાન સાથે હોલનું ભાડું રૂ.1500 અને પછી રૂ. ચાર હજાર કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં છેલ્લા અઢી વર્ષથી આ હોલનું રિનોવેશન ચાલતુ હોવાના કારણે સ્થાનિક રહીશો તેના લાભથી વંચિત રહ્યા હતા. રિનોવેશન કરાયા બાદ છેલ્લા બે મહિનાથી આ હોલ તૈયાર થઈ ગયો છે. જે તે કોન્ટ્રાક્ટરે આ હોલ મ્યુનિ.હોલ વિભાગને સોંપી દીધો છે. લગ્નગાળાની મોસમ નજીક છે ત્યારે લોકો બુકિંગ માટે અહીં આંટાફેરા કરી રહ્યાં છે પણ હોલનું ઉદઘાટન જ નહીં કરાતા તેનું બુકિંગ પણ લેવામાં આવતું નથી.
 
મ્યુનિ.આંતરિક સૂત્રોનું કહેવુ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ હોલનું ઉદઘાટન કરાવવા માટે શાસકો મૂડમાં છે. પણ સુરતમાં બનેલી ઘટનાને પગલે આ ઉદઘાટન મોડું કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારે અલગ અલગ સાત-આઠ સ્થળોએ ઉદઘાટનના કાર્યક્રમો સાથે યોજી મુખ્યમંત્રીને અમદાવાદ બોલાવવાનો આગ્રહ સેવાઈ રહ્યો છે. પણ હમણાં થોડા સમય મુખ્યમંત્રી કાર્યક્રમમાં આવી શકે તેમ ન હોવાના કારણે હવે વહેલામાં વહેલી તકે વસાવડા હોલનું લોકાર્પણ કરી દેવાશે તેમ જાણવા મળ્યું છે. હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રીને આ માટે ક્યારે સમય મળે છે.
 
 
ડેકોરેશન વિના ગ્રાઉન્ડ ફલોરના 15 હજાર

ખોખરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસે કહ્યું કે, મધ્યમવર્ગના લાભાર્થે આ હોલ તૈયાર કરાયો હતો. રિનોવેશનના નામે હવે તેનો ખર્ચ નાગરિકો પાસેથી વસૂલવાનો નિર્ણય લેવાયો છે. ડેકોરેશનના ખર્ચ વિના ગ્રાઉન્ડ ફ્લોરના રૂ.15 હજાર, ફર્સ્ટ ફ્લોરના રૂ.20,000 એમ કુલ રૂ.35 હજાર તેમજ મેદાનના રૂ.10  હજાર લેવાઈ રહ્યાં છે. મધ્યમવર્ગના લોકોને આટલું ભાડું પોષાય તેમ ન હોવાથી આ ભાડું પાછું ખેંચવું જોઈએ. જો તાત્કાલિક ઉદઘાટન નહીં કરવામાં આવે તો લોકો જાતે કરી દેશે.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો