USમાં અનામત મુદ્દે સભા યોજાઈ :‘ચલણી નોટ પર પણ સરદાર પટેલનો ફોટો મૂકો’
અમદાવાદ : અમેરિકામાં વસવાટ કરતા પાટીદારોએ અનામત આંદોલનને સમર્થન આપ્યું છે, જેના ભાગરૂપે એડિસનના રોયલ આર્લ્બટ પેલેસમાં 17મીએ સાંજે પાટીદારની એક બેઠક યોજાઈ હતી, જેમાં ‘પી ફોર પટેલ’ના પેમ્ફલેટો વહેંચાયાં હતાં અને આંદોલનના સમર્થનમાં રજિસ્ટ્રેશન પણ કરાયું હતું.
વડાપ્રધાન મોદી સમક્ષ સરદાર પટેલને રાષ્ટ્રપિતા તરીકે ઘોષિત કરવાની તથા ચલણી નોટોમાં તેમની પ્રતિકૃતિ મૂકવાની માગ કરવાનો નિર્ણય લેવાયો છે. 25મીએ નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન યુએનના ન્યૂયોર્કસ્થિત હેડક્વાર્ટર ખાતે 10 હજાર પાટીદારોની રેલીના આયોજન અંગે ચર્ચા કરાઈ હતી.
મોદીને કાળા વાવટા બતાવાશે
અમેરિકામાં 25મી સપ્ટેમ્બરે યુએન હેડ ક્વાર્ટરથી ઇન્ડિયન કાઉન્સલેટ સુધી સાડા ત્રણ કિમીની રેલી યોજાશે, જેમાં વિરોધ પ્રગટ કરવા વડાપ્રધાન મોદી સામે કાળા વાવટા બતાવવામાં આવશે.