તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

13થી 15 જુલાઇ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: છેલ્લા ચારથી પાંચ દિવસોથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગરમીનો પારો વધ્યો છે. પરંતુ , હાલમાં ઉત્તર પ્રદેશમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઇ છે. આ સિસ્ટમને કારણે આગામી 13થી 15 જુલાઇ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ ખેંચી લાવે તેવાં સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે. સોમવારે અમદાવાદમાં બપોરે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જો કે, ત્યારબાદ વાદળો દૂર થઇ ગરમી વધતાં લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.3 ડિગ્રી નોંધાયું હતું. આગામી 13થી 15મી જુલાઇ દરમિયાન અમદાવાદમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
 
ઉત્તર પ્રદેશમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર
 
અમદાવાદ ઉપરાંત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 32થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. તેમજ વરસાદની ગેરહાજરીને કારણે દિવસ દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો પરેશાન થઇ ગયા હતા. પરંતુ, આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી હળવા વરસાદની તેમજ 13થી 15 જુલાઇ સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
 
ભેજવાળા પવનોથી શહેરમાં સાંજે ઝાપટાં
 
અમદાવાદમાં છેલ્લાં ચારથી પાંચ દિવસથી સાંજ પડતાં વરસાદી માહોલ છવાયા બાદ વરસાદી ઝાપટાં પડતાં લોકોમાં સાંજ વરસાદ કેમ પડે છે જેનું મુખ્ય કારણ રાજસ્થાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેથી અરબી સમુદ્ર તરફથી આવતાં ભેજ‌વાળા પવનો ગુજરાત તરફ આવે છે. અમદાવાદમાં સાંજ પડતાં વરસાદી ઝાપટાં પડે છે.

13થી 15 જુલાઇ મધ્યમથી ભારે વરસાદ

બગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે, ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી છે. તેમજ હાલમાં ઉત્તર પ્રદેશમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જે આગામી ત્રણ દિવસમાં ગુજરાત સુધી પહોંચશે. આ સિસ્ટમ 13મી જુલાઇ સુધી અસર કરશે.આ સિસ્ટમ 13થી 15મી જુલાઇ સુધી ગુજરાતમાં સક્રિય રહેતાં સારો વરસાદ પડશે.
 
 
અન્ય સમાચારો પણ છે...