અમદાવાદ : ઈસનપુરમાં શુક્રવારે રાતે બે કલાકમાં બે હત્યાનાં બનાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ઈસનપુરમાં શુક્રવારની મોડી રાતે બે કલાકનાં સમયગાળામાં બે અલગ અલગ હત્યાના ગુનાઓ બનવા પામ્યા હતા. આ ઘટનામાં હત્યા બે પુરુષોની કરવામાં આવી હતી. બંને ઘટનાઓ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી.પહેલી ઘટનામાં શાહઆલમ ખાતે રહેતા ફિરોઝ મેવાતી નાઓની ભાણી ફિરદોશ અને તેના પતિ ફરીદ વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો. જેમાં ફરીદ પત્ની ફિરદોશ સાથે મારઝૂડ પણ કરતો હતો. શુક્રવારે રાતે ફિરોઝ ભાણીના પતિ ફરીદને સમજાવવા તેના ઘરે પહોંચ્યા હતા.

બે પુરુષની થયેલી હત્યા અંગે ફરિયાદ થઈ

જેમાં ફિરોઝ અને ફરીદ અલીહસન શા વચ્ચે ઉગ્રબોલાચાલી થઈ હતી. જેમાં ફરીદ તેના પિતા અલીહસન અજમેરી શા અને માતા હુસેનાબીબી અલીહસન શાહે ફિરોઝ મેવાતીને છરીથી હુમલો કરતાં ફિરોઝનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી ઘટનામાં ઈસનપુર લોટ્સ સ્કૂલ સામે આવેલા મોહિતાપાર્ક સોસાયટીમાં બનવા પામી હતી. મોહિતાપાર્કમાં રહેતા ગણેશભાઈ મરાઠીનો દીકરો ધવલ મરાઠી (35) સાથે વિસ્તારની આદર્શ સોસાયટીમાં રહેતા ગોપાલ રબારી, કનુ રબારી અને અલ્કેશ રબારીનો ઝઘડો ચાલતો હતો. જે ઝઘડાની અદાવત રાખીને શુક્રવારે મોડી રાતે આરોપી ગોપાલ, બાબો અને અલ્કેશ મોહિતાપાર્ક સોસાયટીના ગેટ પાસે ધવલ મરાઠી સાથે ઝઘડો કરી તેને લાકડાના ડંડા વડે માથામાં ઘા માર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...