તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધોના તાણાવાણામાંથી ટપકતી બે યાતના, દ્રવી ઉઠે ભલભલાનું દિલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદમાં એક તરફ ચાર વર્ષ પહેલા ગુમ થયેલો બાળક ત્રણ વર્ષે પરિવારને મળ્યા બાદ ફરીથી માર્ચ 2016માં ગુમ થયો હતો. બીજી તરફ માતા-પિતા ગુમાવી ચૂકેલા પાટણના બાળકને સંબંધીઓએ તરછોડતા આખરે અનાથ આશ્રમનો સહારો મળ્યો છે.

2012માં કિશોર લાપતા, ત્રણ વર્ષે મળ્યો, ફરી ગુમ થયો

અમદાવાદ : બરોડા એક્સપ્રેસ હાઈવે પાસે સૂર્યરથ એપાર્ટમેન્ટમાં રહેતો અને ગુરુકુલમાં ભણતો રોનક નરેશભાઇ પંચાલ 20 ફેબ્રુઆરી 2012થી ગુમ હતો. રોનક અચાનક 14 વર્ષની ઉંમરેે 15 માર્ચ 2015એ મળી આવતા  પરિવાર ખૂબ ખુશ હતો. આ જ રોનક ફરી 16 માર્ચ 2016ના રોજ સ્કૂલે જવા નીકળ્યો અને ફરી ગુમ થયો. 2012માં રોનકનું અપહરણ થયું હતું અને એક હોટેલમાં તેની પાસે વેઠક કરાવાતી હતી. ત્રણ વર્ષે રોનક ત્યાંથી ભાગી અમદાવાદ આવ્યો. રોનક રેલવે સ્ટેશનથી સીટીએમ ઘરે પહોંચે છે ત્યારે પરિવારે તે ઘર ખાલી કરી નાખ્યું હોય છે.

રોનક ત્યાંથી નજીકમાં રહેતા મામાના ઘરે ગયો તો તેમણે પણ મકાન બદલી નાખ્યું હતું. આથી રોનક સવારે 10 વાગે  સીટીએમ બ્રિજ નીચે ચાની કીટલી પર આવી પિતાનો મોબાઇલ નંબર યાદ કરે છે. મોડી સાંજે નંબર યાદ આવતા પિતાને ફોન કરીને બોલાવે છે. પુત્ર ઘરે પરત આવતા ફરી પરિવારમાં ખુશી છવાઈ હતી.

આગળ વાંચો અનાથ બાળક 2 વર્ષ રઝળ્યો, અંતે ચાઇલ્ડ લાઈને ઉગાર્યો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો