તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેલેરિયા-ડેન્ગ્યુને નાથવામાં હળદર અકસીર: મેલેરિયા પર પીએચડી કરતા વિદ્યાર્થીનું તારણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ છે. ડેન્ગ્યુ અને મલેરિયામાં હળદર ખૂબ ઉપયોગી છે. હળદરથી રોગપ્રતિકારક શક્તિ મળે છે. નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા મેલેરિયા પર સેમિનાર યોજાયો હતો. મેલેરિયા પર પીએચડી કરી રહેલા નિરમાના એક વિદ્યાર્થી હાર્દિક પટેલનું કહેવું છે કે મેલેરિયાથી બચવા હળદર ઉત્તમ છે. કેઆઇઆઇટીના સંતોષ કારે હ‌ળદરમાંથી મળતું કુરકુમીન મેલેરિયા સામે અસરકારક રક્ષણ કરે છે.

મેલેરિયા પર પીએચડી કરતા નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીના સંશોધનનું રસપ્રદ તારણ

સંતોષ કારે કહ્યું, હળદર એન્ટિ મેલેરિયા, એન્ટિ કેન્સર અને એન્ટિ ડાયાબિટીક છે. જ્યારે નિરમાના મેલેરિયા પર પીએચડી કરતા હાર્દિકે પણ જણાવ્યું હતું કે, હળદરથી મેલેરિયાથી બચી શકાય છે. આ સેમિનારનો હેતુ અત્યારે અવેલેબલ ડ્રગ્સ મેલેરિયા મટાડવા કામ ન કરે ત્યારે કયુ ડ્રગ્સ વાપરીશું, તેના પર રિસર્ચ કરવાનો હતો. કેમ કે પેરાસાઇટ(મેલેરિયાના જીવાણુ)ના ડીએનએ બદલાય છે જેના લીધે તે મજબૂત થતા દવાને ગણકારતા નથી. 10 વર્ષ પહેલા મેલેરિયા માટે ક્લોરોક્વીન દવા હતી. તેની અસર બંધ થઈ છે. હવે સમસ્યા એ છે કે થાઇલેન્ડ અને કમ્બોડિયા બોર્ડર પર રેઝિસ્ટન્સ ડેવલપ થયો છે.

મેલેરિયાના મચ્છરને ઈંડાં મૂકવા લોહીની જરૂર

એનોફિલિસ પ્રોસેરા(મચ્છર)ની લાળગ્રંથિમાં મેલેરિયાના જીવાણુ હોય છે. એનોફિલિસ પ્રોસેરાને ઇંડાં મૂકવા માટે લોહીની જરૂર હોય છે. તે લોહી માનવ શરીરમાંથી લેવા ડંખ મારે અને સ્ટ્રોની જેમ લોહી પીવે પણ લોહી ઘટ્ટ હોવાથી તેને પાતળું કરવા તે લાળ મોકલે તેની સાથે તેમાં રહેલા મેલેરિયાના જીવાણુ માનવ શરીરમાં જાય છે.

હળદર પાણી સાથે નહીં લેવાની સલાહ

હળદર વોટર સોલ્યુબલ નથી તે ફેટ સોલ્યુબલ છે એટલે હળદરને પાણી સાથે લેવાથી તે શરીરમાં જતી નથી.

મેલેરિયા ક્યારેય ન થાય તે માટે

મેલેરિયા થયો હોય ત્યારે આકડાની ડાળી કાપી છેલ્લે ટોચ પર રહેલા 2- 3 પાંદડા રાખવા. 250 ગ્રામ દૂધને ગરમ કરી.માવો ન થાય ત્યાં સુધી ડાળી હલાવો. તેમાં થોડી સાકર નાંખી ખાવાથી ફરી ક્યારેય મેલેરિયા નહીં થાય.

આગળ વાંચો હળદરના ગુણ પુરવાર, કેન્સર સામે લડવામાં ઉપયોગી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો