તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: પોલીસ નહીં, ટ્રુ-કોલર કહે છે કે ધમકીના ફોન રવિ પૂજારી કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: તાજેતરમાં કોગ્રેસના ધારાસભ્યોને લંડનના કંન્ટ્રી કોડ ધરાવતા +44 7440 190035 નંબર પરથી રવિ પુજારીના નામે ધમકીભર્યા મેસેજ મળ્યાં હતાં. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચ પણ તપાસે લાગી છે. જોકે આ નંબર રવિનો જ છે તે ચોક્કસપણે કોઈ એજન્સીઓ કહેતી નથી. પરંતું ટ્રુ કોલરમાં +44 7440 190035 આ નંબર રવિ પુજારીના નામે સેવ થઈ ગયો છે.
 
ઉલ્લેખનીય છે કે, જે ધારાસભ્યને આ મેસેજ આવ્યો હશે તેમાંથી કોઈ એકે આ નંબરને રવિ પુજારીના નામે સેવ કરી દિધો હોવાનું મનાય છે. જે બાદ ટ્રુ કોલર નામની એપ્લીકેશનમાં +44 7440 190035 નંબર રવિ પુજારીનો જ હોવાનું નોંધાઈ ચુક્યું છે. બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચે જણાવ્યું કે, રવિ પુજારી મોટાભાગે ઈન્ટરનેટ વોઈસ પ્રોટોકોલના આધારે સોફ્ટવેરની મદદથી નંબર જનરેટ કરી ફોન કરતો હોય છે. પરંતુું પહેલી વખત રવિ પુજારીએ સોફ્ટવેરની મદદથી નંબર જનરેટ કરી મેસેજ થકી ધમકીઓ ઉચ્ચારી હતી. ક્રાઈમ બ્રાંન્ચ દ્વારા પણ આ નંબર +44 7440 190035 પર વળતો ફોન કરતા તે લાગતો જ ન હોવાનું અથવા ડિસકનેક્ટ થઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે, આ પ્રકારનો નંબર જ ન હોવાથી કેવી રીતે લાગી શકે.
 
આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રવિ પુજારી વોઈસ ઓ‌વર પ્રોટોક્ટ (ઈન્ટરનેટ)ના આધારે ફોન કરતો હોય છે. ક્રાઈમ બ્રાંન્ચ દ્વારા જે તે દેશના સર્વરમાંથી માહિતી મેળવવા સીબીઆઈ, ગૃહ મંત્રાલય અને ઈન્ટરપોલ થકી અરજીઓ મોકલવી પડતી હોય છે. ત્યારે આ પ્રોસીઝરમાં જ 1 વર્ષ જેટલો સમય વિતી જાય છે. તો બીજી બાજુ જે તે દેશ પોતાના સર્વરમાં 6 મહિના માટે જ ડેટા સ્ટોર કરી રાખતા હોય છે. ક્રાઈમ બ્રાંન્ચની અરજી પહોચતા તો તે ડેટા પણ ડિલિટ થઈ જતો હોય છે.
 
રવિ પૂજારીની આ લોકોને ધમકી
 
- જાન્યુ.-16 પાલડીના બિલ્ડર રીપલ પટેલ પાસે રૂ.8 કરોડની ખંડણી માંગી.
- ડિસે.-15 પાલડીના બિલ્ડર પરેશ પટેલને ફોન કરી ખંડણી માંગી હતી.
- મે-16 અમુલ ડેરીના એમડી સોઢી પાસે 25 કરોડની ખંડણી માંગી.
- જાન્યુ.-16 આણંદના અરવિંદ પટેલ પાસે રૂ.25 કરોડની ખંડણી માંગી.
- માર્ચ-17  કોગ્રેસના ધારાસભ્ય- સી.કે. રાઉલજી, શક્તિસિંહ ગોહિલ પ્રભારી ગુરૂદાસ કામતને મેસેજ કરી રૂ.10 કરોડની ખંડણી માંગી.
- માર્ચ-17 સમાજસેવી પ્રતિક મુકુલ સિન્હાને લખવાનું બંધ કરવા ધમકી.
અન્ય સમાચારો પણ છે...