તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ-ડેન્ટલના 3 હજારથી વધુ વિદ્યાર્થી માટે આજે સીટ એલોટમેન્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : રાજ્યની મેડિકલ-ડેન્ટલ શાખાની 3000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે 9 સપ્ટેમ્બર સુધીમાં 20 હજાર વિદ્યાર્થીઓઅે ચોઈસ ફીલિંગ કરાવ્યું હતું. શનિવારે ચોઈસ ડિસપ્લે કરાયા બાદ રવિવારે ચોઈસ ફીલિંગ કરાવનારા વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટની જાહેરાત કરાશે. 16 સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓએ જે-તે કોલેજમાં હાજર થવાનું રહેશે.

11થી 14 સપ્ટેમ્બર દરમિયાન ફી ભરવાની રહેશે, 15મી સુધીમાં વેરિફિકેશન

સીટ એલોટમેન્ટ બાદ 11મીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન ફી ભરવાની કાર્યવાહી રાખવામાં આવી છે. ફી ભર્યા બાદ પ્રવેશ માટેના રિપોર્ટિંગ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી 11મીથી 15મી સપ્ટેમ્બર દરમિયાન રાખવામાં આવી છે. જ્યારે 11મીથી 16મી સપ્ટેમ્બર દરમિયાન વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યા પછી કોલેજમાં હાજર રહેવું પડશે. એમબીએ અને એમસીએમાં 4000થી વધુનું રજિસ્ટ્રેશન, 4447 પિનનું વિતરણ કરાયું : રાજ્યભરની એમબીએ-એમસીએ વિદ્યાશાખાની ખાલી પડેલી 17 હજારથી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 10મી સપ્ટેમ્બર સુધીમાં કુલ 4447 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓનું પ્રવેશ મેરિટ લિસ્ટ 13મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.

ડિપ્લોમા ઈજનેરીમાં 4200નું ચોઈસ ફીલિંગ

ડિપ્લોમા ઈજનેરીની સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા ઈજનેરીની ખાલી રહેલી 30,000 બેઠકોની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શુક્રવારે 19281 વિદ્યાર્થીઓનું પ્રવેશ મેરિટ જાહેર કરાયું હતું. ડિપ્લોમા ઈજનેરીની ખાલી બેઠકો પર પ્રવેશ માટેના મેરિટની જાહેરાત બાદ ચોઈસ ફીલિંગ કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં કુલ 4200 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કરાવી છે, જે પૈકીના 3600 વિદ્યાર્થીઓએ ફાઈનલ ચોઈસ લોક કરાવી છે.

પ્રવેશ માટે 2885 વિદ્યાર્થીઓને બોલાવાયા

સરકારી,ગ્રાન્ટ ઈનએઈડ, પીપીપી મોડ સહિતની ડિગ્રી ઈજનેરી કોલેજની બાકી રહેતી બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 12મી સપ્ટેમ્બરે કુલ 281 બેઠકો પ્રવેશ માટે બાકી રહી ગયેલા 2885 વિદ્યાર્થીઓને પ્રવેશ માટે બોલાવાયા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો