અમદાવાદ: બે દિવસથી તંત્રની રાહ જોતું મકાન આખરે ધરાશાયી!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: શાહપુરના સરકીવાડમાં ત્રણ માળનું એક મકાન મોડીરાતે ઘડાકાભેર તૂટી પડ્યું હતુ. આશ્ચર્યની વાત તો એ છે કે આ મકાનને ઉતારી લેવા કે અન્ય મદદ માટે મકાનમાલિક અને આસપાસના લોકો આખો દિવસ તંત્રને ફોન કરતા રહ્યા હતા પરંતુ કોઈ મદદ ન મળતાં મકાન ઘરાશાયી થયું હતું, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વરસાદી વાતાવરણમાં લોકોની સેવા માટે સવારથી ખડેપગે હોવાનો ડોળ કરતા સત્તાઘીશોને આ મકાનને જોવા સુઘ્ઘાંનો સમય મળ્યો નહતો.

મ્યુનિ. સત્તાધીશોની ઘોર બેદરકારીનો વરવો નમૂનો

શાહપુર સરકીવાડમાં ભારે વરસાદના કારણે ત્રણ માળના એક મકાનમાં બુઘવારે પરોઢીયે 4.30 વાગે   કાંકરીઓ ખરતા મકાનમાં રહેતા લોકો બહાર દોડી આવ્યા હતા. આ અંગે તેમણે કોર્પોરેશનને જાણ કરતા કોઈપણ જાતની મદદ કરવામાં આવી નહતી. બીજી બાજુ આ વિસ્તારના લોકોએ પોતાની રીતે આજુબાજુની ઈમારતોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી આ મકાનને કોર્ડન કરી અવરજવર અટકાવી દીધી હતી.

બીજી તરફ તેમણે ફાયર બ્રિગેડનો પણ સંપર્ક કર્યો પરંતુ ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહતો. દરમિયાન સ્થાનિક લોકોએ પોતાની સમજ પ્રમાણે મકાનની નીચે લોખંડની ગડરો મૂકી તેને પડતંુ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમનો પ્રયાસ નિરર્થક નીવડ્યો હતો અને આખરે ગુરુવારે મકાન ઘડાકાભેર તૂટી પડ્યું હતું. મકાન પડી ગયા બાદ પણ તંત્ર તરફથી રેસ્ક્યૂ માટે કોઈ આવ્યું નથી અને સ્થાનિકો પોતાના ઘરેથી જે સામાન પડ્યો હોય તેનાથી કાટમાળ ખસેડ્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ‘JCB ઉપલબ્ધ હશે તો આવીશું’....
અન્ય સમાચારો પણ છે...