અમદાવાદ: અમદાવાદમાં કેટલાક ફેમિલીની સવાર ‘સુપ્રભાતમ’, ‘શીઘ્રમ ઉત્થાન’ કે ‘ભોજનમ્ ઈચ્છતી’ જેવા સંસ્કૃત શબ્દો બોલવાથી થાય છે. શહેરના કેટલાક એવા ફેમિલી કે જેઓ આજે પણ પોતાના ઘરમાં સંસ્કૃત બોલવાનું પસંદ કરે છે. આવો આજે તેમને નજીકથી જાણીએ.
દુનિયાની સૌથી જૂની ભાષા તરીકે સંસ્કૃતનું અસ્તિત્વ છે. ભારતની આ શાસ્ત્રીય ભાષા સામાન્ય રીતે યજ્ઞ અને પૂજાપાઠમાં જ બોલાય છે. ફેમિલીમાં આજે સંસ્કૃતમાં બોલવાનું ચલણ સહેજ પણ નથી ત્યારે હજુ પણ ક્યાંક ક્યાંક પરિવારોમાં સંસ્કૃત ભાષામાં જ વાતચીત થાય છે. અમદાવાદની વાત કરીએ તો આજે આંગણીના વેઢે ગણી શકાય તેવા 12-13 ફેમિલી છે. જ્યાં સંસ્કૃતમાં વાત થાય છે. ગુજરાતમાં 100 જેટલા પરિવારો સંસ્કૃત બોલવાનું પસંદ કરે છે. આમ, લુપ્ત થતી ભાષાને પણ બોલનારા લોકો શહેરમાં વસે છે.
અમને સંસ્કૃતમાં પૂર્ણતા અનુભવાય છે
અમારી સવાર જ ‘સુપ્રભાતમથી થાય છે. અમારા ડેન્ટિસ્ટ તરીકેના પ્રોફેશનની સાથે સાથે અમે છેલ્લા બે વર્ષથી સવારથી સાંજ ઘરે હોઈએ ત્યારે સંસ્કૃતમાં જ વાત કરીએ છીએ. આ એક એવી ભાષા છે જેનાથી જાણે કે પૂર્ણતાનો અહેસાસ થાય છે. આ એક એવી પૂર્ણતા લાવે છે જે અમારા ડેન્ટલના વ્યવસાયમાં અમે પેશન્ટ સાથે પણ પ્રેમ પૂર્વકનો વ્યવહાર શીખવે છે. અંગ્રેજીમાં એક જ શબ્દના અનેક અર્થ થતાં હોય છે પણ સંસ્કૃતમાં દરેક માટે શબ્દ છે એટલે દેવો અને રૂષિકાળથી ચાલી આવતી આ બહુ મોટી ભાષા છે. અમને સંસ્કૃત બોલવાનું ગૌરવ છે કેમ કે તેમાં એક પોતીકાપણું લાગે છે. -ડો.માનસી અને ડો.માધવી શાહ
ફેક્ટ એન્ડ ફિગર
13 પરિવારો અમદાવાદમાં સંસ્કૃતમાં વાતચીત કરે છે.
100 પરિવારો ગુજરાતમાં છે જ્યાં સંસ્કૃતમાં વાતચીત થાય છે.
12 સ્વર છે સંસ્કૃતમાં
23 વ્યંજન છે આ ભાષામાં
આગળ વાંચો સંસ્કૃતમાં વાત કરતા અન્ય બે પરિવાર વિશે