• Gujarati News
  • Third Round On 1 To 7 August For Blank Seat In Degree Engineering

ડિગ્રી ઈજનેરીની ખાલી બેઠકો માટે ત્રીજો રાઉન્ડ, 1થી 7મી ઓગસ્ટ સુધીની સમયમર્યાદા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વરસાદને કારણે જે વિદ્યાર્થીઓને સારી બેઠકો મળી નથી તેમના માટે પ્રવેશ કાર્યવાહી
-1થી 7મી ઓગસ્ટ સુધીની સમયમર્યાદા નિયત

અમદાવાદ : એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ ડિગ્રી ઈજનેરીની ખાલી બેઠકો પર પ્રવેશ માટે ત્રીજો રાઉન્ડ યોજવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે બે રાઉન્ડ પૂરા થયા બાદ ખાલી પડેલી બેઠકો પ્રવેશ કાર્યવાહી માટે કોલેજોને સોંપી દેવાની જાહેરાત કરાઈ હતી અને માત્ર સરકારી કોલેજોની ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. જો કે હવે ખાલી પડેલી સરકારી કોલેજો સહિતની તમામ કોલેજો માટે નવેસરથી ત્રીજો રાઉન્ડ રાખવાનું નક્કી કરાયું છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે, જોઇન્ટ સીટ એલોકેશને જાહેર કરેલા સુધારેલા પ્રવેશ કાર્યક્રમના કારણે ઊંચા મેરિટની બેઠકો ખાલી પડે તેમ હોવાથી પ્રવેશ સમિતિએ ત્રીજો રાઉન્ડ રાખવાની જાહેરાત કરી છે. ઊંચા મેરિટની બેઠકો ખાલી પડવાથી જે વિદ્યાર્થીઓને સારી બેઠકો મળી નથી તેમને માટે આ સ્પેશિયલ પ્રવેશ રાઉન્ડ રખાયો છે.ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં કન્સેન્ટ આપવાની, ચોઈસ આપવાની સમય મર્યાદા પહેલી ઓગસ્ટથી સાતમી ઓગસ્ટ સુધીની સમયમર્યાદા અપાઈ છે.

જેનું પરિણામ 10મી ઓગસ્ટે જાહેર કરાશે. ત્રીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હોય તેઓએ 10-11મી ઓગસ્ટ સુધીમાં ટોકન ફી ભરીને એડમિશન સ્લીપ ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ મળ્યો છે તેઓ ૩૧મી ઓગસ્ટ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હશે એવા વિદ્યાર્થીઓ જ આ તબક્કામાં ભાગ લઇ શકશે. જે વિદ્યાર્થીઓને અગાઉના રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય તેઓ પાંચમી ઓગસ્ટ સુધીમાં એડમિશન મળેલી સંસ્થામાં જઇને રિપોર્ટિંગ કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓએ સંસ્થામાં જઇને રિપોર્ટિંગ ન કરાવ્યું હોય તેઓનું એડમિશન રદ ગણાશે.

આ ઉપરાંત રાઉન્ડ-૨માં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી આપવામાં આવ્યો છે તેઓને એડમિશન કન્ફર્મ કરાવવા માટેની મુદત લંબાવીને ૩૧મી જુલાઇ કરવામાં આવી છે. આ સમયમર્યાદા પછી તા.૧લીએ ખાલી પડેલી બેઠકોની યાદી જાહેર કરવામાં આ‌વશે. ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે જરૂરી સંમતિ અને બેઠકો પસંદગી માટે તા.૧લીથી ૭મી ઓગસ્ટ સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ આ દિવસો દરમિયાન કરેલી ચોઇસ ફીલિંગનું પરિણામ તા.૧૦મીએ જાહેર કરવામાં આવશે. રાઉન્ડ-૩માં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હોય તેઓએ તા.૧૦ અને ૧૧મી ઓગસ્ટ સુધીમાં ટોકન ફી ભરીને એડમિશન સ્લીમ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારોને રાઉન્ડ-૨માં એડમિશન મળેલું છે એવા ઉમેદવારોએ સદર રાઉન્ડનું એડમીશન તા.૩૧મી ઓગસ્ટ સુધીમાં કન્ફર્મ કર્યુ હશે ફક્ત એવા વિદ્યાર્થીઓ જ આ તબક્કામાં ભાગ લઇ શકશે. જે વિદ્યાર્થીઓને અગાઉના રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોય તેઓએ તા.૫મી સુધીમાં એડમિશન મળેલી સંસ્થામાં જઇને રિપોર્ટિંગ કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ સંસ્થામાં જઇને રિપોર્ટિંગ ન કરાવે તેઓનું એડમિશન રદ ગણવામાં આવશે.