તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરે કારમાંથી પર્સ ઊઠાવ્યું, લાઈસન્સમાંથી સરનામું વાંચી બીજી કાર ઊઠાવી ગયો!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: રાજપથ ક્લબમાં મોર્નિંગ વોક માટે ગયેલા દંપતીએ બહાર પાર્ક કરેલી સ્કોડા ફેબિયા ગાડીનો કાચ તોડીને ચોર મહિલાનું લાઈસન્સ,ઘરની ચાવી- ઘરે પાર્ક કરેલી ફોકસ વેગન જીટાની ચાવી તેમજ પૈસા ચોરી ગયો હતો.ત્યારબાદ 5 કિલોમીટર દૂર વિજય ચાર પાસેના તેમના ઘરે જઇ કાર ચોરી ગયો હતો. વિજય ચાર રસ્તા પાસેના સૂચિતા એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ મહેતા 9 ઓગસ્ટે સવારે 7.30 વાગ્યે પત્ની વૈભવી સાથે પુત્ર માનિતને સ્કૂલે મૂકવા ગયાં હતાં.
માનિતને સ્કૂલે મૂકી બંને મોર્નિંગ વોક માટે રાજપથ ક્લબ ગયા હતા. 9.15 વાગ્યે જોયું તો ગાડીનો કાચ તૂટેલો હતો અને તેમાં મૂકેલુ વૈભવી બહેનનું પર્સ ચોરાઇ ગયું હતું.વૈભવીબહેનના પર્સમાં તેમનું ડ્રાઈવિંગ લાઈસન્સ, ઘરની ચાવી, ઘરે પાર્ક કરેલી ફોકસ વેગન જીટાની ચાવી તેમજ રોકડા રૂ.7 હજાર હતા. આશિષભાઇ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ઘરે ગયા અને જોયું તો ઘરે પાર્ક કરેલી ફોકસ વેગન જીટા પણ ન હતી.જેથી જે ચોરે રાજપથની બહાર પાર્ક કરેલી ગાડીનો કાચ તોડ્યો હતો તેણે જ ઘરે આવીને કાર ઉઠાવ્યાની શંકા છે.
ચોર સરનામું પૂછતો પૂછતો પહોંચ્યાની શંકા
રાજપથ ક્લબથી આશિષ મહેતાનું ઘર લગભગ 5 કિલોમીટર છે. ક્લબની બહાર ગાડીનો કાચ તોડીને પર્સની ચોરી કર્યા બાદ વૈભવીબહેનના ડ્રાઈવિંગ લાઈસન્સના આધારે સરનામું પૂછતો પૂછતો ચોર તેમના ઘર સુધી પહોંચ્યો હોવાની શંકાના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો