તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની લાલિયાવડી: એકેય મ્યુનિ. હોસ્પિટલમાં ICU ઓન વ્હીલ નથી, દર્દીઓને ભારે હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : હૃદયરોગ, શ્વાસને લગતાં રોગો કે અકસ્માતનાં કેસમાં દર્દીને ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલથી અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે દરેક હોસ્પિટલમાં આઇસીયુ ઓન વ્હીલ (અત્યાધુનિક સવલતો ધરાવતી એમ્બુલન્સ) હોવી આવશ્યક છે. પરંતુ, જાણીને આંચકો લાગશે કે, શહેરની કોર્પોરેશન સંચાલિત શારદાબહેન, એલજી, વીએસ હોસ્પિટલમાં આઇસીયુ ઓન વ્હીલ જ નથી. જેને કારણે દર્દીને જરૂર પડે ત્યારે પ્રાઇવેટ આઇસીયુ ઓન વ્હીલ મંગાવવા માટે રૂ. 3થી 4 હજાર ચૂકવવા પડે છે. તેમજ જો દર્દીને લઇ જવાનું અંતર દૂર હોય તો પ્રતિ કિ.મી. રૂ.30થી 35 ચૂકવવા પડે છે.
એલજી હોસ્પિટલ પાસે તો સાદી એમ્બુલન્સ પણ નથી જ્યારે શારદાબહેનમાં માત્ર એક એમ્બુલન્સ છે. તેમજ સિવિલમાં ત્રણ આઇસીયુ ઓન વ્હીલ છે, જે મોટેભાગે વીઆઇપીની સરભરામાં હોય છે. હોસ્પિટલનાં ડોકટરો-સ્ટાફને કમિશન : દર્દીને એકથી બીજી હોસ્પિટલમાં ખસેડવાના હોય ત્યારે હોસ્પિટલનાં ડોકટરો દર્દીના સગા પાસે આઇસીયુ ઓન વ્હીલ મંગાવાનો આગ્રહ રાખે છે. સગા તૈયાર થાય તે સાથે જ ડોકટર કે સ્ટાફ ગણતરીની મિનિટમાં પ્રાઇવેટ આઇસીયુ ઓન વ્હીલની ગોઠવણ કરી આપે છે. આમાટે તેમને 15 ટકા સુધીનું કમિશન મળે છે.

કેસ નં- 1 : થોડા સમય પહેલાં વીએસ આઇસીયુમાં દાખલ 1 દર્દીનાં સગાએ દર્દીને કોર્પોરેટ હોસ્પિટલમાં ખસેડવા આઇસીયુ ઓન વ્હીલની જરૂર પડી ત્યારે હોસ્પિટલ પાસે આઇસીયુ ઓન વ્હીલ ન હોવાથી હોસ્પિટલનાં ટેલિફોન ઓપરેટરે પ્રાઇવેટ એમ્બુલન્સ મંગાવી આપી દર્દીનાં સગાએ 4 હજાર ચૂકવવા પડ્યાં.
કેસ નં-2 : સિવિલમાં દાખલ એક દર્દીનાં સગાએ સારવારથી અસંતૃષ્ટ થઇને દર્દીને ડામા (ડિસ્ચાર્જ અગેઇન્સ મેડિકલ એડવાઇસ) અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું જણાવ્યું ત્યારે બે આઇસીયુ ઓન વ્હીલ મંત્રીનાં કાફલામાં હોવાથી મળી શકશે નહિ તેવું જણાવી દેતાં પ્રાઇવેટ એમ્બુલન્સ મંગા‌વવી પડી હતી.
નિર્ણાયક પળોમાં ICU જેવી સુવિધાઓ માટે આ એમ્બુલન્સ જરૂરી
સિવિલ : 3 ICU ઓન વ્હીલ પરંતુ લોકોને તેની જાણ જ નથી

સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલે ખરીદેલી બે અને 1 રાજ્ય સરકારની મળીને કુલ 3 આઇસીયુ ઓન વ્હીલ છે. તેમજ 6થી 7 જેટલી સાદી એમ્બુલન્સ છે. પરંતુ, હોસ્પિટલમાં રહેલી ત્રણ આઇસીયુ ઓન વ્હીલ એમ્બુલન્સ દર્દીને હોસ્પિટલથી ઘરે લઇ જવા માટે રૂ. 5 પ્રતિ કિ.મી.થી આપવામાં આવે છે. પરંતુ, લોકો આ સુવિધાથી અજાણ હોવાથી મોટેભાગે આઇસીયુ ઓન વ્હીલનો મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા મંત્રીઓનાં કાફલામાં સામેલ થવા પૂરતો મર્યાદિત બન્યો છે. આ સિવાય આ ત્રણેય એમ્બુલન્સ હોસ્પિટલનાં ટ્રાન્ઝિસ્ટ વોર્ડની સામે પડી રહે છે.

શારદાબહેન : ફક્ત એક સાદી એમ્બુલન્સ, એમાંય પાંખી સુવિધા

શારદાબહેન હોસ્પિટલમાં પણ આઇસીયુ ઓન વ્હીલ એમ્બુલન્સ તો નથી પણ હોસ્પિટલની પોતાની એક એમ્બુલન્સ છે, જેમાં માત્ર દર્દીને ઓક્સિજન ચઢાવી શકાય તેટલી જ સુવિધા છે.
એલજી : એક સાદી એમ્બુલન્સ પણ વસાવી નથી

એલજી હોસ્પિટલમાં આઇસીયુ ઓન વ્હીલની વાત દૂર રહી, હોસ્પિટલમાં એક સાદી એમ્બુલન્સ પણ નથી. હોસ્પિટલનાં આરએમઓનાં જણાવ્યાં મુજબ, હોસ્પિટલમાં આઇસી ઓન વ્હીલ જ નહીં પણ સાદી એમ્બુલન્સ પણ નથી. કારણ કે, જરૂર પડ્યે 108 આવે છે, જેમાં તમામ વ્યવસ્થા હોય છે.

વીએસ : કિમી દીઠ 35ના ભાવે સેવા મેળવવી પડે છે

વીએસમાં કાર્ડીયાક વિભાગ હોવાની સાથે સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા બમણી હોવા છતાં આઇસીયુ ઓન વ્હીલ એમ્બુલન્સ નથી. જેથી જરૂર પડે ત્યારે હોસ્પિટલનો સંપર્ક કરતાં તેઓ પ્રાઇવેટ આઇસીયુ ઓન વ્હીલ મંગાવી આપે છે. જેનાં પ્રતિ કિ.મી. રૂ. 30થી 35 ચૂકવવા પડે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો