ઉત્સવપ્રિય સરકારને PI-PSIની ચેમ્બરનાં ACનાં બિલ પોસાતા નથી,કાઢી લેવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ કોમી તોફાનો, આંદોલનો, ઈલેક્શન , સરકારી કે સમાજના જાહેર કાર્યક્રમ હોય. લોકો અને સરકાર માટે સતત ખડે પગે રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર(પીઆઈ) અને પોલીસ સઈ ઈન્સ્પેક્ટર(પીએસઆઈ)ની ચેમ્બરમાં લાગેલા એસી કાઢી લેવા સરકારે આદેશ કર્યો છે.  લોકોની સલામતી માટે રાઉન્ડ ધી ક્લોક તહેનાત રહેતા પીઆઈ- પીએસઆઈની ચેમ્બરમાં લાગેલા એસીનું બિલ હવે સરકારને પોસાતું નથી. રાજ્યભરના પીઆઈ અને પીએસઆઈએ તેમની ચેમ્બરમાં લગાવેલા એસી તાત્કાલિક કાઢી લઇ રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે

ગાંધીનગર સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ અધિક્ષક જી.જી.જસાણીએ 27 માર્ચે ફેક્સ કરીને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને એસી કાઢી લેવા આદેશ કર્યો છે. જેમાં કહેવાયું છે કે પીઆઈ- પીએસઆઈની ચેમ્બરમાં બિન અધિકૃત રીકે એસી લગાવે છે. જે તેમને મળવા પાત્ર નથી. તેમ છતાં પીઆઈ - એસીપી તેમની ચેમ્બરમાં એસી વાપરે છે તેનું વીજ ખર્ચ સરકારને ભોગવવું પડે છે. ચેમ્બરમાં એસી રાખવાથી ઘણા બધા થાણા ઈન્ચાર્જ પેટ્રોલિંગ કરતા નથી. સરકારનું એવું માનવું છે કે ગુનાખોરી અંકુશમાં રાખવા માટે થાણા ઈન્ચાર્જ સતત પેટ્રોલિંગ કરતા રહે તે જરૂરી છે.

એસી  કોણે લગાવી આપ્યું-ક્યારે લગાવ્યું, ક્યારે કાઢ્યું તેનો રિપોર્ટ માગ્યો
દરેક પીઆઈ-પીએસઆઈ પાસે તેમના પોલીસ સ્ટેશનનું નામ, એસી ગોઠવ્યા તારીખ,એસીની કિંમત ચૂકવનાર સંસ્થા-વ્યક્તિનું નામ અને એસી દૂર કર્યા તારીખ સાથેનો રિપોર્ટ મંગાયો છે.
આગળ વાંચો, ACમાં બેસવાથી કાર્યક્ષમતા વધે છે
અન્ય સમાચારો પણ છે...