તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં વર્ષે ફેફસાંનાં કેન્સરના 6000 કેસ નોંધાય છે, જાણો કેમ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદમાં વધતા પ્રદૂષણને રોકવા માટે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધની જેમ જાહેરમાં કચરો બાળવા પર પ્રતિબંધ લગાવવો આવશ્યક છે. અમદાવાદમાં કેન્સરના કુલ કેસમાંથી 5 થી 7 ટકા એટલે કે 600 કેસ ફેફસાંના કેન્સરના નોંધાય છે.  ઝાયડસ હોસ્પિટલનાં ફેફસાં, જીઆઇ અને થોરાસિક કેન્સરનાં નિષ્ણાત  સર્જન ડો.  મહેશ પટેલના જણાવ્યા મુજબ, જાહેરમાં બાળવામાં આવતા કચરામાંથી નીકળતાં વિવિધ ગેસ અને પાર્ટીકલ  શ્વસનતંત્રનાં રોગોથી લઇને ફેફસા પર ગંભીર અસસરો કરે છે. ક્યારેક તો પ્રદૂષણને લીધે કેન્સર જેવી જીવલેણ બીમારીનું પણ જોખમ ઊભું થાય છે. 


દેશમાં વર્ષે 10 ટકાનાં વધારા સાથે 70 હજાર નવા કેસ ફેફસાંનાં કેન્સરનાં નોંધાય છે. તેમા સ્મોકિંગ,ધુમાડો, ધૂળ, ઘરની અંદર અને ઘરની બહારનું પ્રદૂષણ અસર કરે છે. 85 ટકા ફેફસાંનું કેન્સર સ્મોકિંગથી જયારે 15 ટકાને અન્ય કારણોથી કેન્સર થાય છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડિશનનાં અમદાવાદ ચેપ્ટરનાં ચેરમેન ડો. જીગર મહેતાએ જણાવ્યું હતું કે, કચરો બાળવાથી પી- 2.5 અને પી- 10 પાર્ટીકલ્સ) રજકણો નીકળે છે. 


પી-10 રજકણો મોટી સાઇઝની હોવાથી શ્વાસમાં જતાં ગળા-શ્વાસનળીમાં સોજો લાવી શકે જયારે પી 2.5 એકદમ નાની રજકણો  પી-10 કરતાં વધુ ખતરનાક છે, જે શ્વાસ દ્વારા ફેફસાની દિવાલોમાં ચોંટી જતાં   સ્વરપેટી, અન્નનળી-શ્વાસનળી અને ફેફસાનું કેન્સર કરી શકે છે. તેમજ હૃદય અને દમનાં દર્દીને દમના હુમલા અને હાર્ટએટેક લાવી શકે છે.  તેમજ આઉટડોર કરતાં ઇન્ડોર પ્રદૂષણથી સૌથી વધુ અસર મહિલાને થાય છે.  


ધુમાડામાં રહેલા રજકણ અત્યંત જોખમી

 

જાહેરમાં ફટકડા ફોડવાનાં પ્રતિબંધની જેમ જાહેરમાં કચરો ન બાળવા માટે કડક કાયદો બનાવવાની જરૂર છે. કાયદા અને લોકોમાં અવેરનેસથી કચરામાંથી નીકળતાં ગેસ અને પી-2.5 અને પી.10 રજકણોની ગંભીર અસરથી બચાવી શકાશે. 

 

7થી 9 ટકા દર્દીને ફેફસાંનું કેન્સર હોય છે  


ગુજરાત રિસર્સ ઇન્સ્ટિટ્યૂટનાં આંકડાઓ મુજબ, રાજયમાં નોંધાતા હોસ્પિટલમાં વિવિધ કેન્સરનાં કેસમાં 7થી 9 ટકા અેટલે કે અંદાજે વર્ષે 6000 કેસ અને અમદાવાદમાં 5થી 7 ટકા એટલે 600 કેસ ફેફસાંનાં કેન્સરનાં હોય છે.

 

રસોડામાં કામ કરતી મહિલાઓને અસર


સોલીડ વેસ્ટ, લાકડા, ઇન્ડસ્ટ્રીયલ અને એગ્રીકલ્ચર કચરો જાહેરમાં બાળતાં પ્રદૂષણ વધે છે. ઠંડીમાં ધુમાડો વધુ ઉપર જતો નથી. એક સ્ટડી મુજબ, રસોડામાં 24 કલાકમાં પી-2.5નું લેવલ 400થી 450 માઇક્રોગ્રામ જતાં મહિલાનાં સ્વાસ્થ પર ગંભીર અસર થાય છે.

 

આગળ વાંચો: 45 જિલ્લામાં P-2.5નું લેવલ 40 માઈક્રોગ્રામ 

અન્ય સમાચારો પણ છે...