તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસી ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થતાં જ અંદરો અંદર બાખડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના માજી ધારાસભ્ય અને અગાઉ આ જ બેઠક પર કોંગ્રેસે ટિકિટ નહીં આપતા અપક્ષ ઉમેદવારી કરનારા સાબીર કાબલીવાલાએ રવિવારે પોતાને મેન્ડેટ મળી ગયાનો દાવો કરી આસ્ટોડિયા દરવાજા ખાતે રવિવારે રાત્રે ભવ્ય આતશબાજી કરી, બાઈક રેલીઓ કાઢવામાં આવી હતી. જો કે સોમવારે સવારે કોંગ્રેસે ઈમરાન ખેડાવાલાને મેન્ડેટ આપતા કાબલીવાલાએ કોંગ્રેસ સામે બાંયો ચડાવી હતી અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.  સોમવારે સાંજના સમયે કાબલીવાલા અને તેમના સમર્થકોએ ખેડાવાલા અને કોંગ્રેસ પાર્ટી સામે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી.

 

નિકોલની બેઠક પર કોંગ્રેસ દ્વારા ઇન્દ્રવિજયસિંહ ગોહિલને ટિકિટ આપતા  સ્થાનિક કાર્યકરોમાં રોષ ફેલાયો છે. તેઓ રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્યારે તેમની સાથે સ્થાનિક કાર્યકર્તાઓ જોડાયા ન હતા. આ વિધાનસભાના 1500 કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જરૂર પડ્યે રાજીનામા આપવાની ચીમકી આપી હતી.

 

અમરાઈવાડીમાં અરવિંદસિંહ ચૌહાણને ટિકિટ અપાતા નારાજ કોંગી કાર્યકરોના જૂથે રવિવારે મોડી રાત્રે વાહનોને આગ ચાંપી હતી. ઘટનાના પગલે વાતાવરણ તંગ બન્યું હતું. અમરાઈવાડી પોલીસે 15 થી 20 લોકોના ટોળા વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


અરવિંદસિંહના પ્રશંસકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી પણ કરી હતી. જોકે બીજી તરફ કોગ્રેસ દ્વારા ટીકીટ ન મળતા નારાજ જૂથે તોફાન કર્યું હતું જેના પગલે તેમના પ્રશંસકો દ્વારા અમરાઈવાડીમાં બે બાઈકોને આગચંપી કરી હોવાનું વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસે આ ઘટના અંગે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી નથી. ત્યારે આ લોકો કયા દાવેદારના પ્રસંશકો હતો, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

 

સાબિર કાબલીવાલાને ટિકિટ નહીં મળતા તેમણે કોંગ્રેસ વિશ્વાસઘાતી હોવાનો ખુલ્લો પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ફક્ત પોતાની રાજ્યસભાની સિટ  માટે ગુજરાત કોંગ્રેસને બાનમાં લીધી છે. કોંગ્રેસના 16 દાવેદારોને ટિકિટ નહીં આપી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી તેવા અપક્ષ કોર્પોરેટર ખેડાવાલાને ટિકિટ આપી છે.  ખેડાવાલાએ ભાજપ પ્રમુખ સાથેના ફોટોગ્રાફ પણ પોતાના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કર્યા હતા.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...