તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • The Father son Duo Sat On The Court Premises And Got Arrested And Arrested

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBI કોર્ટની મુદતે આવેલા પિતા-પુત્ર સટ્ટો રમવા બેઠા અને ઝડપાઈ ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ:અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મંગળવારે રાત્રે શહેરના એરપોર્ટ નજીક આવેલી એક હોટલમાં દરોડો પાડી ભારત- શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા- ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં સટ્ટો રમી રહેલા દિલ્હીના પિતાપુત્ર સહિત ચારની ઘરપકડ કરી હતી. દિલ્હીના સુરેન્દ્ર ઉર્ફે બીટ્ટુ ઉર્ફે મંડી કાલરા તેના પુત્ર કશિશ સાથે અમદાવાદમાં સીબીઆઈ કોર્ટની મુદતે આવ્યા હતા.

 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશ્નર જે.કે. ભટ્ઠે જણાવ્યું હતું કે કેટલાક શખ્સો ક્રિકેટ સટ્ટા બેટીંગની પ્રવૃતિ એરપોર્ટ નજીક આવેલી હોટલમાં કરી રહ્યાની બાતમીના આઘારે હોટલ પર રેઈડ કરી દિલ્હીથી આવેલા ચાર ઈસમો સુરેન્દ્ર ઉર્ફે બીટ્ટુ કાલરા (52) તેના પુત્ર કશિશ (21), અનિલકુમાર સોલંકી (52) અને જીતસિંગ મહાવર (36)ની ઘરપકડ કરી હતી.


આરોપીઓ પાસેથી પોલીસે 18 મોબાઈલ ફોન, ત્રણ લેપટોપ, એક એલ,ઈ.ડી.ટીવી, વાયફાય રાઉટર, તથા અન્ય એસેસરીઝ મળી કુલ 3.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પૈકી સુરેન્દ્ર કાલરા છ મહિના પહેલા નોઈડા ક્રાઈમ બ્રાંચમાં ક્રિકેટ સટ્ટો રમાડવાના કેસમાં ઘરપકડ કરવામાં આ‌વી હતી.  આ વખતે પણ તેઓ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો