400 રોડની બિસ્માર હાલત 4000 ટન રોડાં નાખ્યાં, હવે એ પણ ખૂટ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદીઓના માથે વરસાદના જોખમ કરતાં વધુ તૂટેલા રોડનું જોખમ ઊભું થયું છે. વર્લ્ડ હેરિટેજ અને સ્માર્ટ ગણાવાતા સિટીમાં રસ્તાનો મુદ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોર્પોરેશન મજાકનું પાત્ર બની ગયું છે ત્યારે શહેરના અંદાજે 400 રોડ છેલ્લા બે દિવસમાં મોટરેબલ કરવામાં આવ્યા છે. અર્થાત જયાં જયાં રોડ ધોવાઈ ગયા ત્યાં ત્યાં વાહનો અવરજવર કરી શકે તે માટે ઈંટોના રોડા અને વેટમીક્સ મટીરિયલ્સ પાથરવામાં આવી રહ્યું છે. ઈજનેર વિભાગ આ માટે મરણિયા પ્રયાસ કરી રહ્યો છે. 375 રોડના ખાડા પૂરવા માટે 4000 ટન રોડા નાખવામાં આવ્યા છે અને 1500 ટન વેટમીક્સ મટીરિયલ્સ વપરાયું છે, પણ છતાં ખાડા જૈસે થેની સ્થિતિમાં છે.
 
નાના ખાડા ભૂવા ન બને તે માટે છારું નંખાયું
 
અખબારનગર સર્કલ પાસેના લગભગ તમામ રોડ પર વરસાદને કારણે ખાડા પડી ગયા છે. લોકોને હાલાકી ન થાય તેમ જ આ ખાડા જોતજોતામાં ભૂવામાં તબદીલ ન થઈ જાય તે માટે મ્યુનિ. દ્વારા આ રોડ પર બુધવારે ટનબંધ છારું નંખાયું હતું.
અન્ય સમાચારો પણ છે...