અમદાવાદ : તલાટી ભરતી કૌભાંડના આરોપી ચંપાવતે પત્રકાર પરિષદ યોજીને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નિર્દોષ હોય તો તેનો અને મંત્રીનો એક સાથે નાર્કો, બ્રેઇન મેપીંગ અને લાઇવ ડીટેકટર ટેસ્ટ કરાવવાનો ખુલ્લો પડકાર ફેંકયો હતો. તેણે રાજય સરકાર સામે રૂ. 50 કરોડનો માનહાનીનો દાવો કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 56 પ્રશ્નો પુછયા હતા.
-કલ્યાણસિંહ ચંપાવતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પૂછેલા 56 સવાલો
-ચુડાસમાના સેક્શન અધિકારી રિતેશ નાયકે તેમનાં જ નામથી રૂપિયા ઉઘરાવી જવાબ પેપરમાં ઉપર જમણી બાજુ ભૂપેન્દ્રસિંહનો ‘બી’ લખવાનું શા માટે કહ્યું
-આ કેસને અઢી વર્ષ વીતી ગયા હોવા છતા શા માટે એક પણ ફરિયાદી તેમ જ સાક્ષી કે પુરાવા પોલીસ પાસે નથી
-જો આ કૌભાંડ સાચું જ હોય તો તેની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી, સીબીઆઈ, એસઆઈટી કે કોર્ટ કમિશન નીમીને કેમ કરવામાં ન આવી
-ચંપાવતે રાજ્યપાલને ઉદ્દેશીને લખેલી 10 પાનાની ફરિયાદના અનુસંધાનમાં રાજ્યપાલે નવેમ્બર 2015માં તપાસ માટે કરેલા હુકમનો 8 મહિના થયા બાદ પણ કેમ અમલ થતો નથી
-ચુડાસમાએ ચંપાવત ઉપર બદનક્ષીના દાવા માટે પહેલા 10 દિવસ અને બાદમાં 30 દિવસની મૂદ્દત શા માટે આપી છે
-અમદાવાદની 54, વડોદરાની 17, સુરતની 10, રાજકોટની 8, આણંદની 4 અને ભૂજની 4 આમ કુલ 97 કોલેજો સરકારી મંજૂરી વગર કોની મહેરબાનીથી ચાલે છે