તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ'વાદ: ફંગલ ઇન્ફેક્શનથી આંખ અને મગજનાં હાડકાને કોરી ખાતી બીમારીની સફળ સર્જરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: નાક બંધ અને નાકમાંથી લોહી અને પરુ આવતું હોય ત્યારે તેને સામાન્ય શરદીનાં લક્ષણો ગણાવી મુસીબત નોતરી શકે છે. આ રોગ નાક અને સાયનસમાં થતો તેમજ આંખ અને મગજમાં રોકેટની ગતિએ ફેલાઇને આંખ અને મગજની દીવાલોને કોરી ખાય છે, જેથી દર્દીની આંખનો ડોળો બહાર આવવાની સાથે મગજનો તાવ કે ખેંચ પણ આવી શકે છે. અત્યાધુનિક સાધનનો કારણે સોલા સિવિલમાં આવી સર્જરી નાક દ્વારા એન્ડોસ્કોપીની મદદથી કોઇ જાતોનો ચીરો કે પીડા વિના શક્ય બની છે. 
 
જીએમઇઆરએસ સોલા સિવિલ હોસ્પિટલનાં ઇએનટી વિભાગનાં પ્રોફેસર અને વડા ડો. નીના ભાલોડિયાનાં જણાવ્યાં મુજબ, તાજેતરમાં હોસ્પિટલમાં એક 12 વર્ષનાં બાળક અને 14 વર્ષની બાળકીની સર્જરી કરાઇ છે. તેમજ આ વર્ષમાં આ પ્રકારની કુલ 10 જેટલી સર્જરી કરાઇ છે. આ બીમારીને તબીબી ભાષામાં ‘ફંગલ ઇન્ફેકશન ઓફ નોઝ એન્ડ પીએનએસ એક્સટેન્ડિંગ ટુ બ્રેઇન એન્ડ આઇ’ તરીકે ઓળખાય છે.  મોટેભાગે  રોગની સર્જરી મોટેભાગે આંખ કે મગજ સર્જન દ્વારા થાય છે. પરંતુ, સોલા સિવિલમાં ઉપલબ્ધ થયેલાં અત્યાધુનિક એન્ડોસ્કોપી અને મોનિટરની મદદથી ન્યુરો સર્જન વિના માત્ર ઇએનટી સર્જન દ્વારા શક્ય બની છે. જો કે, તેમાં ડોક્ટરની આવડત અને અનુભવ પણ મહત્વનો ભાગ ભજવે છે. 
 
‘એસ્પર જીલસ’ ફંગસ જવાબદાર
 
 પોલ્યુશન અને આડેધડ લેવાતી દવાઓની આડઅસરો તેમજ એલર્જી હોય તેવાં લોકો, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવાં બાળકો, મહિલાઓમાં ‘એસ્પર જીલસ’ નામની ફંગસ પેદા થાય છે. તેમજ રોગનાં યોગ્ય સારવાર-નિદાનને અભાવે રોકેટની ગતિએ પ્રસરે છે તેમજ આંખ અને મગજની દીવાલને કોરી ખાય છે, જેનું નિદાન દર્દીનાં એમઆરઆઇ અને સિટી સ્કેન દ્વારા સ્પષ્ટ થાય છે. 

વાઢકાપ કે દુખાવા વિના સર્જરી

ઇએનટી સર્જન દ્વારા આ સર્જરી એન્ડોસ્કોપ અને મોનિટરની મદદથી નાકમાંથી એન્ડોસ્કોપ પસાર કરીને કરાય છે, દોઢથી બે કલાકની આ સર્જરીમાં વાઢકાપ કરવી પડતી નથી અને દર્દીને અસહ્ય દુખાવાથી રાહત મળે છે તેમજ સર્જરીનાં અઠવાડિયા બાદ દર્દીને રજા અપાય છે.  

રોગનાં લક્ષણોમાં શરદી સામાન્ય છે

સામાન્ય શરદી, નાકમાંથી લોહી અને પરુ નીકળવું, દર્દીની આંખનો ડોળો બહાર આવવો, આંખે જોવાનું ઓછું થવું, મગજનો તાવ અને ખેંચ આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો