• Gujarati News
  • Subhash Ghai And Rakesh Omprakash Mehra Visited Ahmedabad

સુભાષ ઘાઈ અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ લીધી અમદાવાદની મુલાકાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે અમદાવાદમાં બોલિવૂડના બે દિગ્ગજ ડાયરેક્ટર સુભાષ ઘાઈ અને રાકેશ ઓમપ્રકાશ મહેરા શહેરની મુલાકાતે હતાં ત્યારે આ બંને દિગ્દર્શકોએ બોલિવૂડમાં પોતાના આગામી પ્રોજેક્ટ અંગે અને ફિલ્મીદુનિયાની વિવિધ વાતો શેર કરી.
કન્યા કેળવણીમાં યુવાનો પણ ભાગ ભજવે
યુવા અનસ્ટોપેબલ સંસ્થા સાથે જોડાઇને દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા ગુજરાતી યુથને ગર્લચાઇલ્ડ એજ્યુકેશનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે.
‘આપણા દેશમાં હજુ પણ કન્યા કેળવણી અને તેને મળતી સુવિધાઓ પર કામ કરવાની ખૂબ જરૂર છે. મને ક્યારેય નહીં ગમે કે મારી દીકરી જે સ્કૂલમાં ભણે છે ત્યાં કન્યાઓનાં ટોઇલેટ્સ કે સેનિટાઇઝેશનનો ખ્યાલ રાખવામાં આવતો નથી. સરકારે આપણાં દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે અને તે પાછળ અઢળક ખર્ચો કર્યો છે. ત્યારે તેમનાં કાર્યોમાં એક પ્રકારની મદદ કરવી જરૂરી છે. અમે યુવા અન્સ્ટોપેબલથી ફન્ડિગ ઊભું કરીને શિક્ષણ, સેનિટાઇઝેશન પર કામ કરીશું.
હું માનું છું કે, કન્યા કેળવણીમાં અને તેમનાં સેનિટેશનનાં કાર્યોમાં યુવાનોએ પણ ભાગ ભજવવો જોઈએ.’ આ શબ્દો છે ‘રંગ દે બસંતી’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ના દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરાના. યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા અન્ડરપ્રિવિલીજ્ડ કોમ્યુનિટીને સશક્ત બનાવવા માટે, બાળકીઓને શિક્ષણ આપવા, ડિજીટલ શિક્ષણ આપવા અને તેમાં યુથને જોડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રવૃત્તિમાં જોડાવવા માટે પ્રોત્સાહન આપવા માટે તેમણે શહેરમાં હાજરી આપી હતી. તેમણે 1,00,000 યુવા વોલેન્ટિયર્સ આ પ્રવૃતિમાં જોડાય તેવી અપીલ કરી હતી અને 10,00,000 ગર્લ ચાઇલ્ડને શિક્ષણ આપવા અંગે વાતચીત કરી હતી. તેઓ પોતે આ માટે યુવા અનસ્ટોપેબલ સાથે જોડાયા છે.
આગામી ફિલ્મ ‘મિર્ઝિયા’ ટ્રેજેડી લવસ્ટોરી છે

પોતાની આગામી ફિલ્મ મિર્ઝિયા વિશે વાત કરતાં કહ્યું કે, આ એક ટ્રેજેડી લવસ્ટોરી છે. જેને લખાવવા માટે મેં ગુલઝારનો સંપર્ક કર્યો. હું જ્યારે 23 વર્ષનો હતો અને નવો-નવો મુંબઇ આવ્યો હતો ત્યારે મેં તેમને મારા માટે વાર્તા લખવા કહ્યું હતું, પરંતુ ત્યારે શક્ય ન હતું. હવે આ ફિલ્મ માટે ફરીથી મેં તેમનો સંપર્ક કર્યો અને તેઓ તૈયાર થયાં.
આગળની સ્લાઇડ્સમાં વાચોઃ ઇન્ડસ્ટ્રીમાં 10 ટકા હિરોઇનો જ સુંદર છે