યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજવા ઠરાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સેનેટ કોર્ટની ગુરુવારે મળેલી બેઠક દરમિયાન એનએસયુઆઈ-કોંગ્રેસ સમર્થિત સભ્યોએ વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજવાની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે સેનેટના ઘેરાવ સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું.

અંતે કુલપતિ, પ્રિન્સિપાલ એસોસિએશનના સભ્યોને સેનેટની બેઠકની બહાર આવવાની ફરજ પડી હતી અને સેનેટની ચૂંટણી  પ્રતિ વર્ષ સપ્ટેમ્બરમાં યોજવાની જાહેરાત કરીને ઠરાવ કર્યો હતો.  આ ઉપરાંત યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટ લેવલ પર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની  વિદ્યાશાખામાં એકથી ચાર સેમેસ્ટરમાં આન્સરશીટ-પરિણામનું રીએસેસમેન્ટ કરાવવા માટેનો નિર્ણય કરાયો છે. અગાઉ અંડર ગ્રેજ્યુએટ લેવલ પર માત્રને માત્ર પાંચમાં, છઠ્ઠા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કરાવી શકતા હતા. અંડર ગ્રેજ્યુએટ લેવલ પર કોમર્સ વિદ્યાશાખામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા હોવાથી આની પાછળના કારણોની ચકાસણી, સમીક્ષા માટે એક્ઝામ રીફોર્મ કમિટી રચાઈ છે.
આગળ વાંચો, વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...