તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુખ્ખા છાત્રાઓને અૅસિડ ફેંકવા ધમકી આપે છે, પોલીસને નનામી અરજી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: નિર્ણયનગરની ધોરણ 10થી 12ની વિદ્યાર્થિનીઓએ સ્થાનિક લુખ્ખા તત્વોના આતંકથી ત્રાહિમામ્ પોકારીને વાડજ પોલીસ સ્ટેશનમાં નનામી અરજી કરી છે. જેમાં લુખ્ખા તત્વો તેમની છેડતી કરવા ઉપરાંત  એસિડ ફેંકી ચહેરો બગાડી દેવાની ધમકી આપતા હતા.

આટલું જ નહી વિદ્યાર્થિનીઓની અરજીમાં આ લુખ્ખા તત્વોને સ્થાનિક પોલીસકર્મચારીઓનું પીઠબળ હોવાના પણ ગંભીર આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો હતો. નિર્ણયનગર વિસ્તારની સ્કુલો તેમજ ક્લાસીસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ વાડજ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે લુખ્ખા તત્વોના ત્રાસ વિરૂધ્ધ નનામી અરજી કરી હતી. જેમાં સાગર દરજી, યુવરાજસિંહ તેમજ હર્ષીલ પટેલ નામના યુવાનો પર સ્કુલ, ક્લાસીસમાં જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરતા હતા. છોકરીઓના માતા-પિતા, ભાઈઓ આ લુખ્ખા તત્વોને સમજાવવા જતા તેમના પરીવારના સભ્યો  સાથે મારામારી કરી ભગાડી મુકતા હતા. 
 
આગળ વાંચો, મોઢા પર એસીડ ફેંકવાની ધમકી આપતો 
અન્ય સમાચારો પણ છે...