તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘બાળકો મારું ઉદાહરણ ન આપે માટે પરીક્ષા આપું છું’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ બાળકો દાદાનું ઉદાહરણ આપી ભણવાનું છોડી દે નહીં માટે મેં ભણવાનું શરૂ કર્યું છે અને હાલ ધો.10 બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. તેવું કહેતા પરીક્ષાર્થી 57 વર્ષીય કિરણ ભાવસારે જણાવ્યું હતું કે 2016માં પ્રથમ વખત ધો.10 બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં ત્રણ વિષયમાં નાપાસ થયો હતો. કોઇ પણ સંજોગોમાં ધો.10 પાસ કરવાના હેતુથી 2017માં ત્રણ નાપાસ વિષય ગુજરાતી,અંગ્રેજી અને ગણિતની પરીક્ષા આપી રહ્યો છું.

મણિનગરમાં શારદાબેનની વાડીમાં રહેતા કિરણ ભાવસારે જણાવ્યું હતું કે 1974માં સરસપુરની એશિયન હાઇસ્કૂલમાં ધો-9 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કુટુંબની જવાબદારી નિભાવવાના કારણે  ભણવાનું છોડી દીધું હતું. હાલ છોકરા મોટા થઇ ગયા છે. મને કોઇ ચિંતા નથી. પરંતુ સમાજના વડીલો બાળકો માટે ઉદાહરણ ગણાય છે. જેથી બાળકો ભવિષ્યમાં મારી પ્રેરણા લઇ ભણવામાં રસ દાખવે. તે હેતુથી ધો.10 બોર્ડની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો.

ત્રણ વિષયમાં નાપાસ છતા આપી પરિક્ષા

2016માં ડિવાઇનબર્ડ સ્કૂલમાંથી ફોર્મ ભરી પરીક્ષા આપી હતી. જેમાં ત્રણ વિષયમાં નાપાસ થયો હતો. મારા પૌત્રોમાં ભણવાનો ઉત્સાહ વધે તેવા અભિગમ સાથે હું પરીક્ષા આપું છે. તેવું કહેતા કિરણભાઇએ જણાવ્યું હતું કે દાદા અભણ છે, તેમ માની મારા પૌત્રો ભવિષ્યમાં અભ્યાસ છોડી દે નહીં તે હેતુથી હું વારંવાર પરીક્ષા આપવા ઇચ્છું છું. ગતવર્ષે જે વિષયોમાં નાપાસ થયો હતો તે ગુજરાત,અંગ્રેજી અને ગણિત વિષયની પરીક્ષા ચાલુવર્ષે મણિનગરની બ્રાઇટ સ્કૂલમાંથી આપી રહ્યો છું. ગુજરાતીનું પેપર સારૂ ગયું છે. ચાલુવર્ષે ધો.10 બોર્ડમાં પાસ થઇ જવાની આશા છે. મારી સાથે મારા કુટુંબના ચાર વિદ્યાર્થી ધો.10-12 બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.
 
 શિક્ષકોએ વર્તન સુધારવાની જરૂર છે
 
બોર્ડની પરીક્ષા આપી રહેલા 57 વર્ષીય કિરણ ભાવસારે જણાવ્યું હતું કે શિક્ષકોને ભાષા સુધારવાની જરૂર છે. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ માટે અપમાનિત ભાષાનો ઉપયોગ કરે છે. કડક વલણ અપનાવે છે. આનાથી વિદ્યાર્થીઓમાં વધુ ભય રહે છે. વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ દાખવો જોઇએ. જેથી શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે.
 
CCTVથી ચોરીનું પ્રમાણ ઘટ્યું છે

વર્ગખંડમાં સીસીટીવી હોવાના કારણે ચોરીઓનું પ્રમાણ ઘટ્યું છે. અત્યારનું શિક્ષણ પણ સારું છે. જેથી વિદ્યાર્થીઓએ ભણતર પર ભાર મૂકવો જોઇએ. આધુનિક ટેકનોલોજીને કારણે જો ગેરરીતિ પર અંકુશ આવી શકતો હોય તો તેનો ઉપયોગ અચૂક થવો જોઈએ.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો