તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ અમદાવાદી પાસે છે તાજમહલની મજુરીના સિક્કા, દેશનું સૌથી મોટું કલેક્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: શોખ અને જીદનું સૌથી મોટું ઉદાહરણ જોવું હોય તો તમારે અમદાવાદના મણીનગરમાં જવું પડે. અહીં સામાન્ય ગેરેજ ધરાવતાં ૭૧ વર્ષીય પ્રદીપભાઈ પાસે ૧૦,૦૦૦ જેટલા બહુ જુના કહીં શકાય તેવા ચલણી સિક્કાનું કલેક્શન છે.  તેમની પાસે ૪૦ દેશોના સિક્કા અને ચલણી નોટો છે. આ સિક્કામાં તાજમહલના નિર્માણથી લઈને ૨૦૧૭ સુધીના છે.
 
તાજમહલના નિર્માણથી લઈને ૨૦૧૭ સુધીના સિક્કા
 
સિક્કા ભેગા કરવાના શોખ વિષે પ્રદીપભાઈએ જણાવ્યું જે ૧૯૫૮માં સૌપ્રથમ તમેના ફોઈએ તેમને ૮ જેટલા સિક્કા આપ્યા હતા અને તે સમયે તેમણે નક્કી કર્યું હતું કે હવે સિક્કા ભેગા કરીશ. ત્યાર પછી જયારે પણ નવો સિક્કો બહાર આવે કે કોઈ દ્વારા જુનો સિક્કો મળે, કોઈ દ્વારા જુના કે અન્ય દેશના સિક્કા મળે તો સીધા જ તેને લઇ લેવાના અને પૈસા ચૂકવીને પણ ખરીદી લેવાના. એક વાર કલેક્શનમાં સિક્કો આવે એટલે એ વાપરવાનો નહી જ. 

તેવી જ રીતે ૪૦થી વધુ દેશોની  ૫૦૦ જેટલી અલગ અલગ પ્રકારની કરન્સી નોટ્સ પણ પ્રદીપભાઈ પાસે છે. પ્રદીપભાઈનો ગેરેજનો ધંધો હોવાથી તેમના  મણીનગર અને આજુબાજુના શહેરના કેટલાય વિસ્તારમાં રહેતાં લોકો સાથે ગાઢ મિત્રતાનો સબંધ છે. તેમના સર્કલમાંથી કોઈનું કોઈ વિદેશ જતું હોય છે અને જયારે તેમણે પૂછવામાં આવે કે શું લાવું, તો પ્રદીપભાઈ જે તે દેશની કરન્સી જ મંગાવે. આ શોખ અને જીદના કારણે પ્રદીપભાઈ પાસે આજે દેશનું સૌથી મોટું કોઈન કલેક્શન છે જેમાં ૪૦થી વધુ દેશના સિક્કા છે. 
 
આગળ વાંચો, પ્રદીપભાઇના દાદા મેહસુલ ઉઘરાવવાનું કામ કરતા
 
અન્ય સમાચારો પણ છે...