તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: ધો.10માં 96 પર્સેન્ટાઇલ : પિતા એડમિશન આડે આવે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  ધોરણ 10માં 96 પર્સન્ટાઇલ લાવનારી વિદ્યાર્થિનીને ઈજનેરી વિદ્યાશાખામાં અભ્યાસ કરવા માટે બક્ષીપંચનો દાખલો મળે તો શિષ્યવૃત્તિ મળે. તેની માતાએ છૂટાછેડા લીધા છે. એડમિશન માટે પિતાની જાતિનું પ્રમાણપત્ર આવશ્યક છે, પરંતુ પિતા લીવિંગ સર્ટિફિકેટ આપવા તૈયાર નથી. અને તે સિવાય સમાજ કલ્યાણ વિભાગ પણ દાખલો આપી શકે તેમ નથી. નારણપુરાના પારસનગરમાં રહેતાં મેઘના પંચાલ લોકોના ઘરે રસોઈ કરી દીકરી નિશિતા અને માતાનું  ભરણપોષણ કરે છે. વર્ષ 1999માં ગાંધીનગરના દંતાલીમાં રહેતા પ્રકાશ પંચાલ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. 

પ્રકાશ તેમને સતત ત્રાસ આપતો હતો.  પ્રકાશ સતત મારતો હોવાથી મેઘનાબહેન દીકરીને લઈ પિયર ચાલ્યાં ગયાં. પ્રકાશે બીજાં લગ્ન કરી લેતાં તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. 6 વર્ષે છૂટાછેડા મળ્યા અને કોર્ટે દીકરીનો કબ્જો માતાને સોંપ્યો. આજે ધોરણ 10માં નિશિતા પંચાલ ટ્યૂશન વગર 96 પર્સન્ટાઇલ સાથે પાસ થઈ છે. માતા- પુત્રી બક્ષીપંચમાં આવતાં હોઈ બક્ષીપંચનો દાખલો મેળવી સ્કોલરશિપ પર ભણવાનું નક્કી કર્યું પણ છૂટાછેડાના કાગળ પર પિતાની જાતિ લખેલી ન હોઈ દાખલા માટે અધિકારીઓ બાયોલોજિકલ પિતાની જાતિનું પ્રમાણ પત્ર રજૂ કરવાનું કહી રહ્યા છે. મેઘના અને પુત્રી નિશિતા પિતા પાસે તેમની લીવિંગ સર્ટિફિકેટ લેવા ગયા તો પિતા કોઈ સંબંધ નથી, કહી પ્રમાણપત્ર આપવા ના પાડે છે. 

નિયમ છે એટલે દાખલો જરૂરી છે
‘27 ટકા અનામતનો મામલો છે. બાયોલોજિકલ પિતાની જ્ઞાતિનું ક્લિયરન્સ જરૂરી છે. પંચાલ બહેન આવ્યાં હતાં. અમે તેમને કહ્યું છે કે તેમના પિતાની જ્ઞાતિ તથા તે બક્ષીપંચમાં આવે છે એવો એક પુરાવો હશે, તો દાખલો નીકળશે. 
-એમ. પી. ઠાકર, નાયબ નિયામક, સમાજ કલ્યાણ (ઓબીસી)
અન્ય સમાચારો પણ છે...