તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: ગાંધીવાદીને આશ્રમમાં ‘સોલર સેવા’ કરવી છે, સંચાલકો ના પાડે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગાંધીઆશ્રમને 17 જૂને 100 વર્ષ પૂરાં થશે. શતાબ્દીની ઉજવણી માટે ગાંધીમૂલ્યોને કોરાણે મૂકી સંચાલકો લખલૂંટ ખર્ચ કરી રહ્યા છે. મહાત્મા ભલે સાદગીથી જીવ્યા, પણ  આશ્રમના સંચાલકો ભવ્યતામાં જ માનતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સ્વખર્ચે સૌર ઊર્જાથી વીજળી આપવા સોલર પેનલ નાખવા એક ગાંધીવાદીએ ઇચ્છા દર્શાવી હતી, પરંતુ દરેક કામમાં જંગી ખર્ચ કરવા ટેવાયેલા સંચાલકોને વિના મૂલ્યે મળતી સુવિધા લેવામાં ઉત્સુકતા જ ન દર્શાવી અને ‘નિયમ પ્રમાણે’ કોટેશન મગાવવાની વાત કરી રહ્યા છે.

અંબરકોટના ગાંધીવાદી નલીન આશરે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ડાયરેક્ટર ત્રિદીપ સુહૃદને 15 મેએ  પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે ‘પૂ. બાપુએ સો વર્ષ પહેલાં 17 જૂન, 1917એ ગાંધી આશ્રમની સ્થાપના સાબરમતીમાં કરી ત્યારે વીજળી નહોતી. કેરોસીનના ફાનસથી કે તેલના દિવાથી કામ ચાલતું હતું.  આજે સો વર્ષ પછી એકવીસમી સદીમાં અમારી ઇચ્છા છે કે આપની રજા મળે તો મારો એન્જિનિયર આશ્રમને સૌર ઊર્જાથી વીજળી આપશે.’ 
 
પ્રેઝન્ટેશન પણ ન જોયું ને ધકેલી મૂક્યા

‘અમે આશ્રમ માટે ક્યાંથી સૌર ઊર્જા મળી શકે, તેનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું. મારો એન્જિનિયર અમદાવાદ જઈ આશ્રમના ત્રિદીપ સુહૃદને મળ્યો હતો, પરંતુ ‘તમને શું ખબર પડેω’ તેમ કહી એન્જિનિયરને ધકેલી મૂક્યો. પ્રેઝન્ટેશન પણ ન જોયું. 1 લાખ રૂપિયાનો ચેક આપવા કહ્યું હતું, તેમાં પણ ના પાડી દીધી.’
-નલીન આશર, ગાંધીવાદી
 
 
આગળ વાંચો, રાત્રી દરમિયાન પણ મળી શકે સૌર ઉર્જા
 
અન્ય સમાચારો પણ છે...