તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: નાના વેપારી મોટા વેપારીને માલ વેચે તો GST નંબર લેવો પડશે ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: જીએસટી એટલે કે ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ પર ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને માર્કેટ, ઇન્ડસ્ટ્રી કે અર્થતંત્રના જાણકારો એના અમલીકરણથી શું અસર રહેશે તેની ચિંતામાં છે. સ્વાભાવિક પ્રશ્ન એ જ ઊભો થાય કે આ જીએસટી છે શું અને કઈ રીતે સામાન્ય વ્યક્તિને, વેપારીઓને, ઉત્પાદકો, ટ્રેડસ, બિલ્ડર, કોન્ટ્રાક્ટર વગેરને કેવી રીતે અસર કરશે. જે અંગે ગુરુવારે એએમએ ખાતે જીએસટીના પ્રશ્નનું સીએ વિપુલ ખંધારે માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં જીએસટી એક્સપર્ટ વિપુલભાઇને પૂછવામાં આવેલા પ્રશ્ર્નો અને તેના મળેલા જવાબો.

નાના વેપારી મોટા વેપારીને વેચાણ કે સેવા આપતી વખતે નંબરની જરૂરિયાત પડશે મોટા વેપારી તેનું બિલ સ્વીકારવા અને પર્ચેજ બિલ ભરવા તૈયાર હોય તો નાના વેપારીએ રજિસ્ટ્રેશન લેવાની જરૂરિયાત નહીં ઊભી થાય. પણ સામાન્ય રીતે રજિસ્ટ્રર  વેપારી પાસેથી માલ ખરીદવાનું પસંદ કરશે. જેથી રજિસ્ટ્રેશન લેવું હિતાવક છે. 
 
આગળ વાંચો, પ્રાઈવેટ કોચિંગ મોંઘું થશે
 
અન્ય સમાચારો પણ છે...