તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોનું દેવું ૩૦- ૩૫ હજાર કરોડ હશે, માફી માટે તમે પ્રવક્તા મંત્રી નીતિનભાઈને જ પૂછો’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  મધ્ય પ્રદેશમાં ખેડૂત આંદોલનના પડઘા દેશ ભરમાં પડ્યા છે અને સાથે સાથે ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફ કરવાના સમાચાર પણ આવ્યા. આ મુદ્દે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા અંગે કોઈ ચર્ચા -વિચારણા ન થતાં, કોંગ્રેસ, ખેડૂત સંગઠનો અને વિપક્ષ હવે આંદોલનના મૂડમાં છે. રાજ્યના ખેડૂત સંગઠન દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે, જ્યારે કોંગેસ 16મી જુનથી ખેડૂતોના દેવા માફ કરવા દેખાવો ચાલું કરી દેશે. રાજ્યના કૃષિ મંત્રીને ખુદ કુલ આંકડો ખબર નથી કે રાજ્યમાં ખેડૂતોનું કુલ ચોક્કસ દેવું કેટલું છે.
 
આ બાબતે divyabhaskar.com  દ્વારા જયારે કૃષિ મંત્રી ચીમન શાપરીયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે રાજ્યમાં ખેડૂતોનું દેવું 30 હજાર 35 હજાર કરોડ જેટલું હશે. જયારે કૃષિમંત્રીને એમ પૂછવામાં આવ્યું કે રાજ્ય સરકાર આ બાબતે ઉતર પ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ ખેડૂતોના દેવા માફ કરવાનું પ્લાનિંગ કરી રહી છે ત્યારે તેમણે જણાવ્યું કે આ બાબતે પ્રવક્તા મંત્રી નીતિન પટેલ આ બાબતે જવાબ આપશે, તમે નીતિન ભાઈને પૂછો.
 
ગુજરાત રાજ્યમાં જયારે મોટી મોટી સિંચાઈ યોજનાઓના ઉદઘાટન પ્રધાનમંત્રીને હસ્તે કરાવતી રાજ્યસરકારના કૃષિ મંત્રી સચોટ જવાબ નથી આપતાં, જ્યાં કૃષિ મેળામાં કરોડો રૂપિયાનું આંધણ રાજ્ય સરકાર કરતી હોય ત્યાં ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે સરકાર કઈ જ નિર્ણય હજી સુધી લઇ શકી નથી.
 
આગળ વાંચો, શું કહે છે અર્થશાસ્ત્રી હેમંત શાહ?